હળવદ : ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડના ખનીજ ચોરી મામલે દરોડા બે વાહનઓ રેતી અને સફેદ માટેના ઝડપી પાડયા

0
6
હળવદ તાલુકામાં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે ગાંધીનગર ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ વિભાગ ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ હાઈવે રોડ પર ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર અને સફેદ માટી ભરેલુ ટ્રેલર ગેરકાયદેસર ઝડપી પાડી રૂપિયા ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ને  હળવદ પોલીસને હવાલે કર્યા હતા.
 હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીમાં તાલુકાના મિયાણી ટીકર  ગામની નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ભુમાફિયાઓ તંત્રને સંતાકૂકડી  રમાડી ને  ખનન વહન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી  રાતોરાત માલામાલ બની જાયછે તગડી રકમ કમાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરની ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ  વિભાગ ફલાઈગ‌ સ્કોડની  ટીમ દ્વારા હળવદ પંથકમાં ખાનગી  વોચ રાખતા હળવદ હાઈવે રોડ પર ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર  જી જે ૧૨  બી  એકસ ૨૪૫૫ નંબરના  નુ અને  સફેદ માટી ભરેલુ  ટ્રેલર ઝડપી ને ટ્રેલર નંબર  આર જે  ૦૬ જી સી ૨૫૧૧ સહિત એક ડમ્પર અને એક  ટ્રેલર  મળી ને રૂપિયા ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ને ગાંધીનગરફ્લાઈંગસ્કોડના માઈન સુપરવાઇઝર પ્રિતકભાઈ પરમાર એ હળવદ પોલીસ સ્ટેશન  ને હવાલે કરી‌ને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ ગાંધીનગરની ભૂસ્તરશાસ્ત્ર ખાણકામ વિભાગની ટીમે  દ્વારાખનીજ ચોરી  ડામવા માટે  હળવદ મા  ચેકિંગ હાથ ધરતા હળવદ પંથક ના ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here