ગાંધીનગર : ઈતિહાસમાં પહેલી વખત જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; 28માંથી 19 બેઠક ભાજપે જીતી

0
11

ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતા કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકમાંથી ભાજપને ફાળે 19 બેઠક જ્યારે કોંગ્રેસ માત્ર એક જ આંકડામાં સમેટાઈ જતા 6 બેઠક જ મળી છે.

જિલ્લો-ગાંધીનગર
ગાંધીનગર જિ.પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
જીત 28 11 7 0
કુલ ન.પાલિકા-02 આગળ ભાજપ:00 કોંગ્રેસ:00
નગરપાલિકા બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
દેહગામ 28 23 5
કલોલ 24 32 8
કુલ તા.પંચાયતો-03 આગળ ભાજપ:00 કોંગ્રેસ:00
તાલુકા પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
દેહગામ 28 16 12
કલોલ 26 11 15
માણસા 26 16 3

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની હાર થઈ છે. કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની કડજોદરા બેઠક પર હાર થઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી ભાજપને ફાળે 6 જ્યારે કોંગ્રેસે 3 બેઠક કબજે કરી છે. તો તાલુકા પંચાયતમાં દેહગામમાં કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. દેહગામની 28 બેઠકમાંથી અત્યાર સુધીમાં કોગ્રેસ 8 બેઠક કબજે કરી છે જ્યારે ભાજપે 6 બેઠક જીતી છે. તો કલોક તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.

ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કુલ 442 મતદારોએ રવિવારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતનું કુલ 70.1 ટકા મતદાન જ્યારે તાલુકા પંચાયતની ચુંટણીમાં કલોલમાં 72.27 ટકા, માણસામાં 68.91 ટકા અને દહેગામમાં 71.79 ટકા મતદાન થયું છે.

અડાલજ બેઠક પર BJPનાં જયાબેન સંજયકુમાર ઠાકોરનો 4754 મતે વિજય.

અડાલજ બેઠક પર BJPનાં જયાબેન સંજયકુમાર ઠાકોરનો 4754 મતે વિજય.

દેહગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટેની મતગણતરી શરૂ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઇ છે. ગામની મ્યુન્સિપલ હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. જ્યારે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે. કેન્દ્રની બહાર ઉમેદવારો તેમજ સમર્થકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે
મ્યુન્સિપલ હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે
મ્યુન્સિપલ હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે
કેન્દ્રની બહાર ઉમેદવારો તેમજ સમર્થકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે

કેન્દ્રની બહાર ઉમેદવારો તેમજ સમર્થકોના ટોળેટોળા ઉમટી પડતાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે

જિલ્લા પંચાયતનું કુલ મતદાન 70.1 ટકા

નગરપાલિકામાં કલોલમાં 59.3 ટકા, દહેગામમાં 69.1 ટકા અને માણસામાં 51.11 ટકા મતદાન થયું છે. પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણીનું રવિવારે યોજાયેલા મતદાનમાં સવારે નિરસતા જોવા મળતી હતી. પરંતુ સવારે 11 કલાક બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ગ્રામ્યજનો મતદાન કરીને લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો. જોકે નગરપાલિકાની ચુંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળતી હતી. જિલ્લા પંચાયતની કુલ 28 સીટોના 69 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જિલ્લાના 714941 મતદારોના મત ઉપર નિર્ભર હતું. જેમાં રવિવારે જિલ્લા પંચાયતનું કુલ મતદાન 70.1 ટકા થયું હતું.2015નું રિઝલ્ટ

2015ની ગાંધીનગરની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 72 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપને 04 અને કોંગ્રેસને 25 બેઠકો મળી હતી. અને
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 80માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 57 બેઠકો મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here