Friday, September 17, 2021
Homeગાંધીનગર : સતત 5 દિવસથી 24 કલાક ચાલુ રહે છે અંતિમવિધિ
Array

ગાંધીનગર : સતત 5 દિવસથી 24 કલાક ચાલુ રહે છે અંતિમવિધિ

કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મોતનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. તેની સાથે છેલ્લા 4 દિવસથી મુક્તિધામમાં પ્રતિદિન 30 વધુ મૃતદેહો આવતા હોવાથી અગ્નિસંસ્કારની વિધી રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવાની ફરજ પડી છે. તેમાં દિવસે અંદાજે પ્રતિ 20 મિનિટે એક ડેડબોડી આવે છે. જ્યારે રાત્રે અંદાજે દોઢેક કલાકે એક ડેડબોડી આવી રહી છે.

છેલ્લા 15 દિવસથી પ્રતિદિન કોરોનાના કેસ 50થી વધુ આવી રહ્યા છે. તેની સાથે સાથે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મોત પણ ધીરે ધીરે વધી રહ્યા છે. તેમાંય ગત તારીખ 8મી, એપ્રિલથી કોરોનાની સારવાર લેતા દર્દીઓનો મોતનો આંકડો 24 કલાકમાં 20થી વધુ આવી રહ્યો છે. આથી કોરોનાની ગાઇડ લાઇન મુજબ કોરોનાના દર્દીઓના અગ્નિસંસ્કાર મુક્તિધામ સેક્ટર-30 અને સરગાસણની રૂદ્રભૂમિ ખાતે કરાઈ રહ્યા છે. તેમાં નગરના સેક્ટર-30માં આવેલા મુક્તિધામમાં ડેડબોડીના અગ્નિસંસ્કારનો ધસારો વધી રહેવા પામ્યો છે.

કોરોનાની ડેડબોડી ઉપરાંત સામાન્ય ડેડબોડી આવી રહી હોવાથી માત્ર 24 કલાકમાં જ છેલ્લા 4 દિવસથી 30 વધુ ડેડબોડીના અગ્નિસંસ્કાર કરાઈ રહ્યા છે. આથી દિવસે અંદાજે પ્રતિ વીસેક મિનિટે એક ડેડબોડી આવી રહી છે. જ્યારે રાત્રે અંદાજે પ્રતિ દોઢેક કલાકે એક બોડી આવતી હોવાનું મુક્તિધામના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

કોવિડની ડેડબોડીને લાકડાની ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરવા પડે છે
છેલ્લા ચારેક દિવસથી કોરોનાની સારવાર લેતા દર્દીઓના મોતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સીએનજીની બન્ને ભઠ્ઠીઓ ચાલુ હોય તેમ છતાં અન્ય કોવિડની ડેડબોડી આવે તો આવી સ્થિતિમાં લાકડાની ભઠ્ઠીમાં પણ અગ્નિસંસ્કાર કરવા પડે છે.

CNGની બન્ને ભઠ્ઠીઓ ચાલુ રહે છે
કોવિડની ગાઇડ લાઇન મુજબ કોરોનાની ડેડબોડીને સીએનજીમાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ હાલમાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના દર્દીઓના મોતનું પ્રમાણ વધી રહ્યું હોવાથી 24 કલાક સીએનજીની બન્ને ભઠ્ઠીઓ ચાલુ રહે છે.

અગ્નિસંસ્કાર માટે ત્રણેક કલાકનું વેઇટિંગ હોય છે
કોરોનાની સારવાર લેતા દર્દીઓના વધતા જતા મોતને પગલે સેક્ટર-30 મુક્તિધામ ખાતે દિવસની 30થી વધુ ડેડબોડીને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આથી અગ્નિસંસ્કાર માટે ડેડબોડી લઇને આવેલા ડાઘુને ત્રણેક કલાકનું વેઇટીંગ કરવું પડતું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મહિનાનાં લાકડાં 10 દીમાં વપરાયાં
સામાન્ય દિવસોમાં દરરોજની દસેક ડેડબોડી અગ્નિસંસ્કાર માટે આવતી હતી. પરંતુ છેલ્લા 4 દિવસથી અગ્નિસંસ્કાર માટે ડેડબોડી વધુ આવતી હોવાથી એક મહિનો ચાલે તેટલા લાકડા માત્ર દસેક દિવસમાં પૂરા થયાનું મુક્તિધામના સૂત્રોએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments