Tuesday, September 28, 2021
Homeગાંધીનગર : GTUની ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે
Array

ગાંધીનગર : GTUની ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે

કોરોનાને લીધે જીટીયુની વિન્ટર સેમેસ્ટરની બાકી પરીક્ષાઓ હવે ઓનલાઈન મોડમાં લેવાનાર છે ત્યારે  સમર સેમેસ્ટર પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં જે લેવામાં આવશે.

જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ અંતર્ગત યુજી-પીજીની સેમેસ્ટર ૩થી લઈને ૮ સુધીની રેગ્યુલર અને રીમીડિયલ સાથેની મોટા ભાગની પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવાઈ ગઈ હતી પરંતુ ડિગ્રી અને ડિપ્લમા ઈજનેરી અને ફાર્મસીની સેમેસ્ટર ૧-૨ની તથા પીજીના કેટલાક કોર્સની સેમેસ્ટર-૧-૨ની પરીક્ષાઓ બાકી હતી જે પણ ઓફલાઈન લેવાનાર હતી પરંતુ કોરોના સંક્રમણ વધતા સરકારની સૂચનાથી તમામ પરીક્ષાઓ મોકુફ કરાયા બાદ હવે આ પરીક્ષાઓ ઓનલાઈન મોડમાં જ લેવામા આવનાર છે ત્યારે હવે જીટીયુએ ઉનાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન મોડમાં જ લેવાનું નક્કી કર્યુ છે.

જીટીયુની વિવિધ કોર્સની સમર સેમેસ્ટર પરીક્ષાઓ મે-જુનમાં લેવાતી હોય છે ત્યારે આ વર્ષે કોરોનાને લીધે ઓફલાઈન મોડમાં આ પરીક્ષાઓ યોજી શકાય તેમ નથી જેથી ઉનાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન જ યોજાશે.જો કે તેનું ટાઈમ ટેબલ અને નિયમો પછીથી જાહેર કરાશે.બેચલર ઓફ આર્કિટેકચર અને એમઈ તથા એમફાર્મની પરીક્ષાઓ પણ યુનિ.દ્વારા જ લેવાશે.કોલેજોને ઈન્ટરનલ પરીક્ષાઓ પ્રેક્ટિકલ તથા વાયવા પરીક્ષાઓનું ટાઈમ ટેબલ પોતાની રીતે નક્કી કરી લેવા સૂચના અપાઈ છે.જો કે આર્કિટેકચર અને ડિઝાઈન માટે તેમજ એમઈ-એમ ફાર્મ માટે જીટીયુ પોતે નક્કી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments