ગાંધીનગર : મે મહિનામાં કોરોનાના ટેસ્ટ ઘટ્યા તો કેસ પણ ઘટી ગયા

0
8

ગુજરાતમાં સતત દસમા દિવસે કોરોના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સાજા થઈને ઘરે જનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સોમવારે કોવિડ ટાસ્કફોર્સે કહ્યું હતું કે ગુજરાત બીજી લહેરની પીકમાંથી ગુજરી ચૂક્યું છે અને હવે કેસ ઓછા આવી રહ્યા છે. મે મહિનાની વાત કરીએ તો રાજ્યમાં આશરે સવાલાખ લોકોએ કોરોનાને માત આપી, પરંતુ આશરે એટલા જ નવા દર્દી નોંધાયા. રિકવરી રેટ 79%ને પાર થઈ ચૂક્યો છે, પરંતુ આ બધા વચ્ચે કોરોના ટેસ્ટમાં ઘટાડાના કારણે ઓછા થતા કેસ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

ટેસ્ટ ઘટાડ્યા એટલે કેસ ઘટ્યા હોવાનું અનુમાન
છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં નવા કેસ 16% ઘટ્યા છે, પરંતુ કોરોના ટેસ્ટમાં 15.5% ઘટાડો કરાયો, એ એની પાછળનું કારણ મનાય છે. બીજી તરફ, દેશના આંકડા જોઈએ તો 28 એપ્રિલે દેશમાં 20.68 લાખ ટેસ્ટ થયા હતા અને સંક્રમણ દર 18.7% હતો. 8 મેએ દેશમાં 14.66 લાખ ટેસ્ટ થયા અને સંક્રમણ દર 26.7% થઈ ગયો. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે જો ટેસ્ટ ઘટીને કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો પ્રયાસ કરાતો હોય, તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.

ગુજરાતમાં ઘટતા ટેસ્ટ અને કેસ

તારીખ ટેસ્ટ નવા કેસ રિકવર
1 મે 150771 13,847.00 10582
2 મે 137,714 12978 11146
3 મે 131882 12820 11999
4 મે 140775 13050 12121
5 મે 145185 12955 12995
6 મે 138593 12545 13021
7 મે 139048 12064 13085
8 મે 134944 11892 14737
9 મે 127431 11084 14,770
10 મે ——– 11592 14931
તારીખ 28 એપ્રિલ 30 એપ્રિલ 2 મે 4 મે 6 મે 8 મે
ટેસ્ટ 20.68 લાખ 21.5 લાખ 17.61 લાખ 17.35 લાખ 17.44 લાખ 14.66 લાખ
સંક્રમણ દર 18.70% 18.20% 21.20% 22.00% 22.40% 26.70%
  • દેશમાં છેલ્લા આઠ દિવસમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓની ગાઈડલાઈન્સ કહે છે, જેટલું વધુ ટેસ્ટિંગ થશે, સંક્રમણ પર એટલો ઝડપથી કાબૂ લાવી શકાશે.
  • રાજ્યોની રોજિંદા સરેરાશ ટેસ્ટ જોઈએ તો પ્રતિ 10 લાખની વસતિએ રોજ સૌથી વધુ 6491 ટેસ્ટ પુડુચેરીમાં થાય છે. મોટાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સૌથી ઓછા ટેસ્ટ કરે છે, જ્યારે દેશની સરેરાશ 1089 છે.

રાજ્યોનું સત્ય… દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્રે કોરોના ટેસ્ટ ઘટાડ્યા
રોજના ટેસ્ટ પ્રતિ 10 લાખની વસતિ

રાજ્ય ટેસ્ટ
28 એપ્રિલ 10 મે
દિલ્હી 4,423 3,327
કેરળ 3,897 3,496
મહારાષ્ટ્ર 2,244 2,030
તેલંગાણા 2,114 1,422
ઝારખંડ 1,865 992

આ રાજ્યોએ ટેસ્ટ વધાર્યા

પંજાબ 1,786 2,000
હરિયાણા 1,754 1,995
મધ્યપ્રદેશ 700.00 779

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here