ગાંધીનગર : પંદર દિવસમાં રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઇ ગયો હતો

0
4

કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબો કહે છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું. તેની સામે 18 એપ્રિલે માત્ર 1.17 લાખ લોકોએ રસી લીધી હતી. આમ પંદર દિવસમાં રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઇ ગયો હતો.

મોટા પ્રમાણમાં રસીકરણનો ડાઉનફોલ નોંધાયો
ત્રીજી એપ્રિલે 45થી વધુ ઉંમરના 62.30 લાખ સામાન્ય નાગરિકોએ પ્રથમ રસી લીધી હતી અને 7.64 લાખ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સે રસીનો બીજો ડોઝ લીધો હતો. બીજી એપ્રિલે પણ રસીકરણની વિગત જોઇએ તો તે 4.40 લાખ લોકોને રસી અપાઇ હતી તેમ દર્શાવે છે. જો કે ચોથી એપ્રિલે જ રસીકરણનો મોટો ડાઉનફોલ નોંધાયો અને તે 2.78 લાખનો થયો હતો. અને તે પછી રસીકરણમાં અમુક દિવસે નોંધાયેલાં સામાન્ય વધારાને બાદ કરતાં સતત ઘટાડાનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે. આ તરફ જો કોરોનાના કેસની વાત કરીએ તો ત્રીજી એપ્રિલે ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં 2,815 નવાં કેસ નોંધાયાં હતાં તેની સામે 18 એપ્રિલે આ આંકડો લગભગ પાંચ ટકા વધીને 10,000ની સપાટી કૂદાવી ગયો અને તે 10,340 પર પહોંચ્યો છે.

પાછલાં સપ્તાહ દરમિયાન કોરોનાનો પોઝિટીવ રેશિયો પણ વધ્યો, 3.76થી વધીને હવે 5.50 થયો
​​​​​​​ગત સપ્તાહે એટલે કે 11 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 1.45 લાખ ટેસ્ટ થયાં તેમાંથી નવાં 5469 નવાં પોઝિટીવ કેસ નોંધાયા હતાં. આમ દર સો ટેસ્ટ પૈકી 3.75 જેટલાં પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ પોઝિટીવ રેશિયો ક્રમશ વધતો રહ્યો અને તે 17 એપ્રિલે 5.50 ટકા નોંધાયો હતો.

તારીખ કુલ થયેલાં ટેસ્ટ સામે પોઝિટીવ કેસની ટકાવારી
11 એપ્રિલ 3.76
12 એપ્રિલ 4.1
13 એપ્રિલ 4.48
14 એપ્રિલ 4.84
15 એપ્રિલ 5.12
16 એપ્રિલ 5.54
17 એપ્રિલ 5.5

સતર્ક રહીએ, સરકારે મજબૂરી જણાવી દીધી છે
રાજ્યની કોઈ હોસ્પિટલમાં બેડ નથી. સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇનનું ચિત્ર અમારા માટે પણ સારું નથી, અમને શોભતું નથી, પણ આ અમારી મજબૂરી છે. અમે દર્દીને બચાવવા માટે 108માં ઓક્સિજન આપીને તેનું જીવન બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ હોસ્પિટલ ગંભીર પ્રકારના દર્દીઓને દાખલ ન કરે, પણ અમે તો સરકાર છીએ, અમારા માટે ગંભીર દર્દી હોય તો પણ અમારી ફરજ તેનું જીવન બચાવવા માટેનો પ્રયાસ કરવો તે છે. નાગરિકોએ પણ ધ્યાન રાખવું પડશે, જવાબદારી સમજવી પડશે. હજુ એકાદ સપ્તાહમાં GMDCમાં 900 બેડ ઓક્સિજન સાથેના તૈયાર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here