Thursday, October 28, 2021
Homeગાંધીનગર : પ્રથમ સત્રાંત પરીક્ષામાં વાલીઓનું સમંતિપત્ર ફરજિયાત લેવાનું રહેશે
Array

ગાંધીનગર : પ્રથમ સત્રાંત પરીક્ષામાં વાલીઓનું સમંતિપત્ર ફરજિયાત લેવાનું રહેશે

વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ લેનાર ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 19મી, શુક્રવારથી શરૂ થનાર છે. ત્યારે પરીક્ષા આપવા ઓફલાઇન આપનાર વિદ્યાર્થીએ વાલીનું સમંતિપત્રક આપવું ફરજિયાત કરાયું છે.

સમંતિપત્રક વિના વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લઇ શકાશે નહી. કોરોનાના વધતા જતા કેસને પગલે પુન:દિવાળી જેવી સ્થિતિ બની રહે તેવી શક્યતા રહેલી છે. ત્યારે બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓએ કેટલું ગહન કર્યું તેની ચકાસણી માટે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 19મી, શુક્રવારથી પ્રારંભ થનાર છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરત વઢેરે જણાવ્યું છે કે પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે હોવાથી તેમાં પણ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા શાળાઓના સંચાલકોને સુચના આપી દેવામાં આવી છે.

ઉપરાંત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓફલાઇન આપનાર વિદ્યાર્થી પાસેથી વાલીનું સમંતિપત્રક ફરજિયાત લેવાનું રહેશે. વાલીના સમંતિપત્રક વિના વિદ્યાર્થીને ઓફલાઇન (શાળામાં) પરીક્ષા આપવા દેવામાં આવશે નહી. ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળામાં પરીક્ષા આપવા આવે નહી તેના માટે શાળા દ્વારા અલગથી વ્યવસ્થા કરવાની રહેશે. ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરવવાનું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments