Monday, September 26, 2022
Homeગાંધીનગર : કોરોના કાળમાં ઉકાળો આપતા પુત્રીએ ગૃહ ત્યાગ કર્યો
Array

ગાંધીનગર : કોરોના કાળમાં ઉકાળો આપતા પુત્રીએ ગૃહ ત્યાગ કર્યો

- Advertisement -

ગાંધીનગરમાં રહેતા એક પરિવારમાં હાલમાં ચાલી રહેલી કોરોના કાળની બીજી લહેરથી પોતાની વ્હાલી દિકરીને સંક્રમણથી બચાવવા દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું સેવન કરવા માટે મીઠો ઠપકો પિતા તરફથી આપવામાં આવતો હતો. કંટાળેલી પુત્રીએ રાત્રી કરફ્યૂ દરમિયાન ગૃહનો ત્યાગ કરીને ગાંધીનગરના રસ્તા પર નિકળી ગઇ હતી. તેથી મહિલા હેલ્પલાઇન ટીમે પિતાની તેના પ્રત્યેની લાગણીનો ચિતાર આપી તેનું હૃદય પરિવર્તન કરીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

કોરોનામાં ઘરમાં પૂરાઈ રહેવાથી પરિવારોમાં નાના મોટા કંકાસ થતાં રહેતા હોય છે

કોરોના કાળમાં દર્દીઓને ખાટલા, બાટલા અને લાકડા માટે લાઈનો લાગી જવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગાંધીનગર જિલ્લામાં રાત્રે ધંધા રોજગાર બંધ અને રાત્રે કરફ્યુ નાંખી પાટનગરને આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યું છતાં સંક્રમણ લોકોમાં વધુને વધુ ફેલાઈ રહ્યું છે. ત્યારે નગરજનો ઘરમાં રહીને સ્વાસ્થ્ય વર્ધક ચીજ વસ્તુ આરોગી કોરોનાથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હાલ ચાલતી આંશિક લોકડાઉન જેવી સ્થિતિમાં લોકોને ઘરમાં પૂરાઈ રહેવાનો વખત આવ્યો હોવાથી પરિવારોમાં નાના મોટા કંકાસ થતાં રહે એ સામાન્ય બની ગયું છે.

પિતાના કડકાઈ ભર્યા પ્રેમની અવગણના કરીને દીકરીએ ગૃહ ત્યાગ કર્યો

પરંતુ પિતાના કડકાઈ ભર્યા પ્રેમની અવગણના કરીને રાત્રિ કરફ્યુમાં પણ ગૃહ ત્યાગ કરનાર ગાંધીનગરની યુવતીને મહિલા હેલ્પ લાઈનની ટીમ દેવદૂત બનીને મદદે પહોંચી જઈ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગર માણસા પાસેના એક ગામમાં પરિવારના મોભી એવા પિતા દરરોજ ઘરના સભ્યો માટે કોરોના સામે રક્ષણ આપી રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળો લઈને આવતા હતા.

પિતા કોઈ દિવસ મીઠો તો કોઈ દિવસ કડકાઈની ભાષામાં ઠપકો આપતા

છેલ્લા ઘણા સમયથી નિયમિત ઉકાળાનું સેવન નિયમિત બની જતા ઘરની આશરે 21 વર્ષીય જ્યોતિ (નામ કાલ્પનિક છે) તેને પીવા આનાકાની કરતી રહેતી હતી. આથી તેનાં પિતા કોઈ દિવસ મીઠો તો કોઈ દિવસ કડકાઈની ભાષામાં ઠપકો આપતા રહેતા હતા. જેનાં કારણે પિતા દ્વારા જબરજસ્તી ઉકાળો પીવાની ફરજ પાડવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા દિવસોથી જ્યોતિ મને કમને ઉકાળો પી લેતી હતી.

પિતાએ કડકાઈનાં શૂર રેલાવતા પિતા પુત્રી વચ્ચે ઉકાળાનો કંકાસ શરૂ થયો

ગઈકાલે પણ નિત્યક્રમ મુજબ પિતા ઉકાળો લઈને ઘરે પહોંચ્યા હતા. પરિવારના દરેક સભ્યએ તેનું સેવન કરી લીધું હતું. પરંતુ જ્યોતિએ દરરોજની જેમ આનાકાની શરૂ કરી દીધી હતી. જેથી રોજરોજની જ્યોતિ ચીક ચીકથી કંટાળેલા પિતાએ કડકાઈનાં શૂર રેલાવતા પિતા પુત્રી વચ્ચે ઉકાળાનો કંકાસ શરૂ થઈ ગયો હતો. જોત જોતામાં ઉકાળાનો કંકાસ પરાકાષ્ઠા પર પહોંચી ગયો હતો. આ કંકાસ લાંબો ચાલતાં આવેશમાં આવીને જ્યોતિ રાત્રિ કરફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી ગઈ હતી.

ગાંધીનગરનાં સૂમસાન રસ્તાઓ પર જ્યોતિ આવી પહોંચી

ઘરે પિતા સાથે કંકાસ થયાનાં પગલે જ્યોતિએ રાત્રે જ ગૃહ ત્યાગ કરી દીધો હતો. જેથી પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ હતી કે રાત્રિ કરફ્યુ એમાંય જમાનો ખરાબ ચાલી રહ્યો છે. આવા અનેક વિચારોનાં વંટોળ વચ્ચે ઘરના સભ્યો જ્યોતિને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ જ્યોતિ ફરતી ફરતી રાત્રિ કરફ્યુનાં ભયાવહ મંજર વચ્ચે ગાંધીનગર તરફ આવી ગઈ હતી.

181 મહિલા હેલ્પ લાઈન દેવદૂત બની જ્યોતિ પાસે પહોંચી ગઈ

ગાંધીનગર તરફ રાત્રિ કરફ્યુમાં યુવાન જ્યોતિ ફરતી હોવાની 181 મહિલા હેલ્પલાઇન ઉપર કોલ આવતા જ એક ટીમ તાબડતોબ જ્યોત નું લોકેશન મેળવી દેવદૂત બનીને તેની પાસે પહોંચી ગઈ હતી. જ્યાં જ્યોતિ ડરના માહોલ વચ્ચે પણ ગુસ્સામાં હતી. જેથી મહિલા હેલ્પલાઇન ટીમે તેની સાથે વાતચીત દરમિયાન મિત્રતા કેળવી લીધી હતી.

પિતાને ચિંતા હોવાથી જ્યોતિને ઠપકો આપતા

મહિલા હેલ્પ લાઈન ટીમે મિત્રતા ભાવે તબક્કાવાર જ્યોતિ સાથે કાઉન્સિલિંગ શરૂ કરતાં જ્યોતિએ પિતા દ્વારા ઉકાળો પીવા બાબત અવારનવાર કડકાઈથી ઠપકો આપતા હોવાથી તેને કંટાળીને ઘરનો ત્યાગ કરી દીધાની કબૂલાત કરી હતી. જેનાં પગલે મહિલા હેલ્પલાઇન ટીમે જ્યોતિને તેના પિતા પુરુષ સ્વભાવે કડકાઈથી ઠપકો આપતા પરંતુ તેના પાછળ પુત્રી પ્રેમ છુપાયેલો છે તે બાબતએ સમજણ આપી હતી.

આખરે જ્યોતિનું મહિલા હેલ્પલાઇન ટીમે સુખદ મિલન કરાવ્યું

મહિલા હેલ્પ લાઈનનાં કાઉન્સિલિંગથી જ્યોતિને પિતા માટેનો ગુસ્સો પ્રેમમાં પરિવર્તિત થઈ જતાં તેણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી હેલ્પલાઇન ટીમ તેને લઈ ઘરે પહોંચતા પરિવારજનોએ હાશકારો લીધો હતો. ત્યારે મહિલા હેલ્પલાઇન ટીમે જ્યોતિ પુખ્ત વયની થઈ ચૂકી હોવાથી તેના પિતાને પણ સમજાવ્યા હતા. આખરે જ્યોતિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવીને 181 મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં દેવદૂત બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular