ગાંધીનગર : રાત્રી કરફ્યુનાં પગલે વ્યસનીઓની પાન મસાલાનાં હોલસેલરો પાસે દોટ

0
12

ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ વકરતા રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે ભૂતકાળમાં પણ આજ સ્થિતિ મુજબ કરફ્યુ લાદી દેવામાં આવતા પાન મસાલા અને ગુટખાના વ્યસનીઓની સ્થિતિ કફોડી બની જવા પામી હતી. ત્યારે રાત્રિ કરફ્યુના પગલે ગાંધીનગરમાં પાન અને ગુટકાના હોલસેલ વેપારીઓની દુકાનો ઉપર લોકો દોડી ગયા છે. અને જથ્થાબંધમાં પાન મસાલા અને ગુટખાની ખરીદી કરી આગવું આયોજન કરવા લાગી ગયા છે.

રાજ્ય સહિત ગાંધીનગર શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થતાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢી કડક કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા હતા. જેના પગલે આજે બુધવાર મધરાતથી આખા રાજ્યના 20 શહેરમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કરફ્યુનું નામ સાંભળતા જ ગઈકાલથી કરીયાણાની ખરીદી માટે મોલ અને દુકાનો તરફ નગરજનોએ દોડ લગાવી લાંબી કતારો કરી દીધી હતી.

સોપારી ના કટીંગ માટે કારીગરોની ફોજ ખડકી દેવામાં આવી
સોપારી ના કટીંગ માટે કારીગરોની ફોજ ખડકી દેવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં પણ આજ રીતે અચાનક લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા લોકો દોડતા થઇ ગયા હતા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે રીતસરની પડાપડી કરવી પડતી હતી. ત્યારે વેપારીઓએ પણ તકનો લાભ ઉઠાવીને ઉઘાડી લૂંટ શરૂ કરી દેતા નાગરિકોને ડબલ ભાવે વસ્તુઓ ખરીદવાની ફરજ પડી હતી. ત્યારે આજે રાતથી જ કરફ્યુની અમલવારી શરૂ થવાની છે. ત્યારે લોકો જીવન જરૂરિયાતની ખરીદી માટે મોટી સંખ્યામાં બહાર નીકળી પડ્યા છે. ગઈકાલ રાતથી જ લોકોએ દુકાનો અને મોલ આગળ લાઈનો લગાવી દીધી હતી.

ગુટખાનાં વેપારીઓની દુકાને વ્યસનનાં બાંધણીઓની લાઈનો લાગી

ગત વર્ષના લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ડબલ ભાવે મળી તો રહેતી હતી. પરંતુ પાન મસાલા અને ગુટખા માટે વ્યસનના બંધાણીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્ય તેમજ શહેરના તમામ નાનામોટા પાનના ગલ્લાઓ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવતા પાંચ રૂપિયાની ગુટખાની પડીકી 30 રૂપિયા આપ્યા પણ મળતી ન હતી. ત્યારે વ્યસનના બંધાણીઓએ આ વખતે પ્રથમ ખેતીના ભાગરૂપે આજ સવારથી જ પાન મસાલાની હોલસેલ ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે પાન મસાલાના વેપારીઓને ગઈ વખતની જેમ આ વખત પણ કમાણીમાં ઘી કેળા થઈ ગયાં છે. જેના પગલે વેપારીઓએ નિયત જથ્થા કરતા વધુમાં વધુ સોપારી ના કટીંગ માટે કારીગરોની ફોજ ખડકી દેવામાં આવી છે. આ અંગે સેક્ટર 22 ના પાન મસાલાના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુની જાહેરાત થતાં જ લોકો મોટી સંખ્યામાં પાન મસાલા અને સિગરેટ તેમજ ગુટકાની હોલસેલમાં ખરીદી કરવા લાગ્યા છે. જેના કારણે અમારે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી વધુ માલ મંગાવાની ફરજ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here