ગાંધીનગર : ઘસીને નાં પાડી દેવામાં આવતાં મહામંત્રી રાજેન્દ્ર પાર્ક અને વીલા મોઢે પરત ફરવાની નોબત આવી

0
4

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થયા બાદ છેલ્લા ઘણા સમયથી ચૂંટણી વિરોધી સૂત્રોચ્ચાર કરી ઠેરઠેર કાર્યક્રમ યોજનાર ગાંધીનગર શહેર વસાહત સંઘના મહામંત્રી ગઈકાલે પોતાની ઉમેદવારી નોંધાવવા ભાજપના દરબારમાં દોડી જઈ સાષ્ટાંગ દંડવત થઈ ગયાં હતાં. જોકે, ચૂંટણી નિરીક્ષક દ્વારા તેમની ઉંમરનું કારણ દર્શાવી ઘસીને નાં પાડી દેવામાં આવતાં મહામંત્રી રાજેન્દ્ર પાર્ક અને વીલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી.

ચૂંટણી વિરોધી સભાઓ કરનાર રાજેન્દ્ર પારેખ પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચીં ગયા
ચૂંટણી વિરોધી સભાઓ કરનાર રાજેન્દ્ર પારેખ પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચીં ગયા

બંને પક્ષના ટિકિટ વાંચ્છુઓનો રાફડો ફાટયો
કોરોના કાળ દરમિયાન પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ટિકિટ વાંચ્છુઓનો ભાજપ અને કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો સમક્ષ રાફડો ફાટયો છે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ગઈકાલે ભાજપ નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉડયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોએ ગાંધીનગર જિલ્લામાં પણ માથું ઉચક્યું છે ચૂંટણીઓ જાહેર થતાં ગાંધીનગર શહેર વસાહત દ્વારા આવેદનપત્ર આપીને શહેરના વિવિધ સ્થળોએ ચૂંટણી વિરોધી સૂત્રોચ્ચારો યોજવામાં આવી રહ્યા છે.

શહેર વસાહતના મહામંત્રી રાજેન્દ્ર પાર્ક ટિકિટ મેળવવા લાઈનમાં જોડાયા
છેલ્લા ઘણા દિવસોથી શેરવા સાતમા સંઘના હોદ્દેદારો ચૂંટણીના યોજાય તે માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પરામર્શ કરી અંત સુધી લડી લેવાની તૈયારીઓ કરી ચૂક્યું છે ગાંધીનગરના તમામ વોર્ડમાં મહાસંઘના કાર્ય કરો ઘરે ઘરે જઈ ચૂંટણીનો બહિષ્કાર કરવા નગરજનોને અપીલ કરીને સાંઈ ઝુંબેશ ચલાવી રહ્યું છે ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં યોજાનાર ચુંટણી સંદર્ભે ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ચૂંટણીના મુરતિયાઓ શોધવા માટે ફ્રેન્ડ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગાંધીનગરની નામી અનામી હસ્તીઓએ પણ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ગાંધીનગર શહેર વસાહતના મહામંત્રી રાજેન્દ્ર પાર્ક પણ ભાજપના દરબારમાં ટિકિટ મેળવવા માટે લાઈનમાં જોડાઈ ગયા હતા.

મહામંત્રીની બેવડી નીતિથી મહાસંઘ નારાજ
મહામંત્રીની બેવડી નીતિથી મહાસંઘ નારાજ

એક તરફ ચૂંટણી વિરોધી સૂત્રોચાર કરનાર મહા સંઘના મહામંત્રી રાજેન્દ્ર પારેખ પોતાની ચૂંટણી લડવાની મનોકામના સાથે ગઈકાલે ચૂંટણી નિરીક્ષક ગોરધન ઝડફિયા સમક્ષ દંડવત થઈ ગયા હતા અને ટિકિટ લેવા માટેની ઈચ્છા દર્શાવી હતી એક તરફ ચૂંટણી વિરોધી સભાઓ કરનાર મહા સંઘના મહામંત્રી રાજેન્દ્ર પારેખ પણ પોતાની ઉમેદવારી નોંધાવવા ભાજપના દરબારમાં આવી પહોંચતા ચૂંટણી નિરીક્ષક ગોરધન ઝડફિયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, ભાજપની આ કાર્યપ્રણાલી મુજબ 60 વર્ષથી વધુની ઉંમરનાને ટિકિટ નહીં આપવાનું કારણ દર્શાવી ગોરધન ઝડફિયાએ શહેર વસાહત મહાસંઘના મહામંત્રીને ઘસીને ના પાડી દીધી હતી જેના કારણે માં મંત્રી રાજેન્દ્ર પારેખને વીલા મોઢે જ પરત ફરવાની નોબત આવી હતી.

આ અંગે વસાહતમાં સંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, અમોને અંધારામાં રાખીને રાજેન્દ્ર પારેખે ટિકિટની માગણી કરી હતી જે બાબતે તેમને ઠપકો પણ આપવામાં આવ્યો છે. ગાંધીનગરની ચૂંટણીમાં વસાહત મહા સંઘના જે કોઈ સભ્યએ ચૂંટણી લડવાની ઇચ્છા હોય તેમણે સૌપ્રથમ મહાસંઘના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here