ગાંધીનગર : બટાકાના ભાવ બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો

0
14

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં બટાકાના ઉત્પાદનમાં અગ્રતાક્રમ ધરાવે છે અને ગયા વર્ષે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું. તેવા સમય ભાવ સારા આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જેને અનુસરીને આ વર્ષે ખેડૂતોએ ડબલ બટાકાનું વાવેતર કર્યું અને તેની પાછળ અઢળક ખર્ચાઓ કરીને બટાકા તૈયાર કર્યા ત્યારબાદ બજારમાં વેચવા માટે નીકળ્યા ત્યારે બટાકાના ભાવ બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો છે. કારણ કે આ વર્ષે બિલકુલ બટાકાના ભાવ બેસી જતા ખેડૂતોએ કરેલા ખર્ચાઓ માથે પડતાં જગતના તાતમાં બારે દુઃખની લાગણી પ્રવર્તી રહી છે. દહેગામ વિસ્તારમાં ટ્રેક્ટરોને ગાડીઓ ભરી ભરીને બટાકા વેચવા માટે લાઈનો દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોને રજૂઆત છે કે આજે બટાકાના ભાવ તૂટી જતાં અમારે શું કરવું તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે અમે દહેગામના મુખ્ય માર્ગો ઉપર જ જોતા બટાકાની ગાડીઓ નજરે પડી રહી છે. તો આ વર્ષે બટાકામાં ખેડૂતોને રોવાનો સમય આવી ગયો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here