ગાંધીનગર : હાલીસા સીટ ઉપર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે બરાબરનો જંગ ખેલાશે, તેવું દેખાય છે

0
11

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા હાલીસા જિલ્લા ઉપર ત્રિકોણીયો જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીનો જંગ જામશે. હાલીસા સીટ ઉપર અપક્ષના ઉમેદવાર માટે અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે મરણિયો જંગ ખેલાસે કારણ કે, આ વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાલ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના જિલ્લાના ઉમેદવાર પણ ભારે મહેનત કરી રહ્યા છે.

તેવા સમયે જિલ્લા પંચાયતની હાલીસાની સીટ ઉપર ભાજપના ઉમેદવારને ફટકો પડે તેઓ ત્રિકોણીયો જંગ દેખાઈ રહ્યો છે. અપક્ષ વધુ મહેનત કરી રહ્યું છે, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ ખરાખરીનો જંગ ખેલાશે છે. દહેગામ તાલુકાના ક્ષત્રિય સમાજનું જૂથ બળ બહુ મોટું હોવાથી અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને ભાજપના કોઈ નેતાએ તેમને ન્યાય આપ્યો નથી તેથી હારી-થાકીને ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના જુસ્સાથી તેમનો પ્રચાર જોરશોરથી ચાલુ કર્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસના પીઢ કાર્યકરો અને તેમની સાથે સરપંચો હોવાથી તેઓ પણ હાલમાં તનતોડ મહેનત કરીને પ્રચારમાં જોડાયેલા દેખાઈ રહ્યા છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here