Tuesday, September 28, 2021
Homeગાંધીનગર : ફાટક ખૂલતા અને ટ્રાફિક ક્લિયર થતાં 15 મિનિટ જેટલો સમય...
Array

ગાંધીનગર : ફાટક ખૂલતા અને ટ્રાફિક ક્લિયર થતાં 15 મિનિટ જેટલો સમય થયો હતો તેથી એમ્બ્યુલન્સ અટવાઈ

ગાંધીનગરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે વાવોલ રેલવે ફાટક પાસે એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી. સવારના સમયે વાવોલ ખાતે રહેતાં રહીશ પત્નીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ જવાતા હતા. આ સમયે વાવોલ ગામથી નીકળતા સમયે ફાટક બંધ હતો. જેને પગલે ફાટક ખૂલતા અને ટ્રાફિક ક્લિયર થતાં 15 મિનિટ જેટલો સમય થયો હતો.

ગાંધીનગરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, તો બીજીબાજુએ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની મોટી લાઈનો જોવા મળી રહી છે. આમ પહેલેથી જ એમ્બ્યુલન્સને હોસ્પિટલની બહાર રાહ જોવી પડે છે. ત્યારે વાવોલ રેલવે ફાટક પાસે એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી. સવારના સમયે વાવોલ ખાતે રહેતાં રહીશ પત્નીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ જવાતા હતા. જો કે, મહિલાની તબિયત એટલી ગંભીર ન હોતી, પરંતુ આટલો સમય કોઈ બહુ જ સિનિયર દર્દીને લાગે તો કોઈ અનહોની થઈ શકે છે.

ત્યારે હવે ગ્રામજનોમાં માંગણી છે કે મહાત્મા મંદિર પાછળ રેલવે સ્ટેશન પાસેનો અંડરપાસ ખોલી દેવો જોઈએ. લાંબા સમયથી તૈયાર થયેલો અંડરપાસ ઉદ્દઘાટનની લ્હાયમાં ખુલ્લો મુકાતો નથી. જેને પગલે વાવોલ ગામને અડીને આવેલા 2 ફાટક અને રોડ નં-5 પાસે રેલવે ફાટકો પર વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિવારી શકાય છે.

વાવોલ ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. ફાટક બંધ હોય ત્યારે શહેરમાં એન્ટર થવા માટે 5 કિલોમીટરનો ફેરો કરવો પડે તેવી સ્થિતિ છે. ત્યારે આ અંડરપાસ શક્ય તેટલી ઝડપથી ખોલવા માગણી થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments