ગાંધીનગર : મોડીરાત્રે તસ્કરોએ પ્રવેશ કરી મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી ગયા

0
3

દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલા હનુમાનજી મંદિરમાં ગત મોડીરાત્રે તસ્કરોએ પ્રવેશ કરી મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી ગયા હતા.જોકે મંદિરમાંથી ઉઠાવેલી દાનપેટી તોડવામાં નિષ્ફળતા મળતા તસ્કરો નજીકમાં આવેલી નદીના પટમાં દાનપેટી મૂકી નાસી છૂટયા હતા.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલા હનુમાનજી મંદિરમાં ગત મોડી રાત્રે બે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસરમાંથી જાળી નું તાળું તોડી તેમાં રખાયેલી દાનપેટીની ચોરી કરી હતી આ ઘટના બાદ તસ્કરો દાનપેટી તોડી ન શકતા મંદિરથી થોડે દૂર આવેલી ખારી નદીના પટમાં મૂકી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જોકે આ ચોરીની ઘટનામાં મંદિરમાંથી અન્ય કોઈ ચીજ વસ્તુઓની ચોરી થઇ ન હોવાનું ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here