ગાંધીનગર : માંગણીઓ અંગે ગાંધીનગરના LIC કર્મચારીઓની હડતાળ

0
4

કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક કાનુનમાં સુધારાના નામે જે નીતિઓ ઘડવામાં આવી રહી છે. તેનો સમગ્ર દેશમાં કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અવાર નવાર આ નીતિઓમાં સુધારા માટે રજૂઆતો કરવા છતાં તે અંગે નિર્ણય લેવામાં નહીં આવતાં યુનિયન દ્વારા આજે તા.18 માર્ચના રોજ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગર વીમા કર્મચારીઓએ પણ કામગીરીથી અળગા રહી ‘હક હમારા લેકે રહેંગે, ફાઇનાન્સ મિનિસ્ટર હોશ મેં આવો’ જેવા સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કરી LICનાં ખાનગીકરણ તેમજ IPO રદ કરવાની માંગણી કરાઈ હતી.

ગાંધીનગર વીમા કર્મચારીઓએ પણ કામગીરીથી અળગા રહી હડતાળ પાડી
ગાંધીનગર વીમા કર્મચારીઓએ પણ કામગીરીથી અળગા રહી હડતાળ પાડી

શ્રમિક કાનુનમાં સુધારાના નામે કર્મચારીઓના હક્ક છિનવવાની નીતિ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. જેનો કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે LIC એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા આજે હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. સરકાર વીમા ક્ષેત્રમાં વિદેશી મુડી નિવેશની સીમા 49 ટકાથી વધારી 74 ટકા કરશે અને વીમા ક્ષેત્રમાં કેટલાક સુરક્ષાત્મક પ્રાવધાનો સાથે વિદેશી સ્વામીત્વ માટે અનુમતિ પ્રદાન કરશે તો બે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે એક સામાન્ય વીમાની કંપનીનું પણ ખાનગીકરણ કરશે ઉપરાંત LICનો IPO લાવનાર છે એ હેતુ માટે નાણાં વિધેયકમાં LIC એક્ટમાં પણ આવશ્યક સંશોધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ સરકારની કર્મચારી વિરોધ નીતિમાં LICના કર્મચારીઓ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અગાઉ વારંવાર રજુઆત કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં રોષે ભરાયેલા ગાંધીનગર મંડળના 600થી વધુ કર્મચારીઓએ સામૂહિક હડતાળ પાડી હતી. જેનાં ભાગરૂપે ગાંધીનગર સેક્ટર-11માં આવેલી ઓફિસ બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતાં અને ‘હક હમારા લેકે રહેંગે, ફાઇનાન્સ મિનિસ્ટર હોશ મેં આવો’ જેવા સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here