ગાંધીનગર : દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશન તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરી

0
0

ગાંધીનગરમાં વરસાદ શરૂ થાય તે પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશન તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરીને મચ્છર જન્ય રોગોને ડામી દેવા માટે કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં એક હજાર ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં સઘન સર્વેલન્સ અભિયાન હાથ ધરી મચ્છરોના પોરા શોધી તેના નિકાલ માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. એક તરફ કોરોના સંક્રમણ અને બીજી તરફ વરસાદી સિઝન શરૂ થતાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાં જેવા વાહક જન્ય રોગો વધવાની શક્યતાના પગલે ખાસ તકેદારી રાખવા નાગરિકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે.

ચોમાસાની સિઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતાના પગલે ઘરમાં ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતાં મચ્છરોને શોધવા અને તેનો નિકાલ કરવાની ઝૂંબેશ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત તા. 01થી 15 જૂન દરમિયાન કોર્પોરેશન વિસ્તારના 58 હજારથી વધુ ઘરોમાં સર્વે હાથ ધરી એન્ટી લાર્વા કામગીરી કરવામાં આવી હતી.

કોર્પોરેશન તંત્ર દ્વારા 1 લાખ 31 હજારથી વધુ પાત્રોની ચકાસણી કરવામાં આવતા તેમાંથી એક હજાર જેટલા ઘરોમાં મચ્છરોના પુરાવા મળી આવ્યા હતા. જેથી 1 હજાર 268 પાત્રોમાં દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 4 હજાર 727 જેટલા પાત્રોની સોર્સ રિડક્શન પદ્ધતિ નાશ કરવામાં આવ્યો હતો આ સર્વે દરમિયાન 1331 તાવના કેસ મળી આવ્યા હતા.

જેમના લોહીના નમૂના લઇ મેલેરિયા ઉપકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા જે તમામ ન રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બીજી તરફ નગરજનોમાં જાગૃતિ ફેલાય તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા પત્રિકા વિતરણ, પુરાની દર્શન તેમજ ઇન્ટર પર્સનલ કોઓર્ડીનેશન ની પ્રવૃતિઓ પણ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here