ગાંધીનગર : ​​​​​​​કોરોનાને કાબુમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય પર નજર

0
8

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબુમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે અને વેક્સિનેશન મામલે કૈલાશનાથનની આગેવાનીમાં અધિકારીઓને ટીમ બનાવવામાં આવી છે.

વેક્સિનેશનને ઝડપી બનવવા PM દ્વારા ખાસ સુચના
ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતી હોવાથી પીએમઓમાં નારાજગી હતી અને આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાશનાથન સહિતના અધીકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. અને આગામી દિવસોમાં કોઇપણ ભોગે કોરોનાને ફરી કાબુમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનવવા વડાપ્રધાન દ્વારા ખાસ સુચના અપાઇ છે.

રાજ્ય સરકારે ખાસ અધિકારીઓ નિયુક્તી કર્યા
ગુજરાતમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે કેન્દ્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, રાજ્યમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે સમયે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેથી વેક્સિનેશનની કામગીરી મુખ્યમંત્રીના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી કે.કે.કૈલાસનાથને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, એટલું જ નહીં રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. કૈલાશનાથન નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જીલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓ નિયુક્તી કર્યા છે. તેમની સાથે સીધો સંપર્ક કરી વેક્સિનેશન વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે,જેમાં ચોક્કસ ટાર્ગેટ સાથે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

રાજ્યનું તંત્ર દોડતું થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ઝડપી વેક્સિનેશનની તાકીદ કરી હતી તે પછી રાજ્યનું તંત્ર દોડતું થયું છે.બીજી તરફ જયંતિ રવિની બદલીની ચર્ચા ચાલી રહી છે.આ સ્થિતિમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગનો હવાલો અન્ય સિનિયર અને આરોગ્ય વિભાગના અનુભવી અધિકારીને સોંપવા ની હિલચાલ શરૂ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here