Wednesday, October 20, 2021
Homeગાંધીનગર ગાંધીનગર : કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવિષ્ટ થતાં મનપાની તિજોરી છલકાવાનો અંદાજ

ગાંધીનગર : કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવિષ્ટ થતાં મનપાની તિજોરી છલકાવાનો અંદાજ

 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવાં સીમાંકનનાં કારણે ભાજપને ચૂંટણીમાં બહુ મોટો ફાયદો થયો છે. ત્યારે કોર્પોરેશનમાં 18 ગામડાનો સમાવેશ થઈ ચૂક્યો હોવાથી હવે મિલ્કત વેરાની રૂપિયા 100 કરોડની આવક થવાનાં અંદાજ સાથે મનપાને પણ સીધો જ ફાયદો થવાનો છે. હવે પંચાયત-પાલિકામાં નહીં નોંધાયેલી મિલ્કતોનો અંદાજીત રૂ. 20 કરોડ વેરો કોર્પોરેશન દ્વારા વસૂલવામાં માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્ત્વમાં આવતાં જ મનપા દ્વારા મિલ્કત વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 50 હજારથી વધુ મિલકતો છે. જેના પ્રતિ વર્ષ મિલકતવેરાના બિલો તૈયાર કરવામાં આવતા હોય છે. અત્યારસુધી લોકોને મિલકતવેરો કે પ્રોફેશનલ વેરો ભરવા માટે કોર્પોરેશનમાં દોડીને આવવું પડી રહ્યું હતું. ઘણીવાર વેરો ભરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. આ બધી સમસ્યાઓ વચ્ચે કોર્પોરેશન તંત્ર દ્વારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા અમલી કરતા મિલ્કત ધારકોને ધરમનાં ધક્કા બંધ થઈ ગયા છે.

ગાંધીનગર કોર્પોરેશનનું નવું સીમાંકન લાગુ થતાં પેથાપુર નગરપાલિકા સહિત 18 ગામડાઓનું મનપામાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું છે. જેનાં કારણે મનપાની હદ વિસ્તારમાં પણ વધારો થયો છે. તો કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપને નવા સીમાંકનનો સીધો જ ફાયદો થતાં મનપામાં પણ ભાજપ એક હથ્થુ શાસન કરશે.

બીજી તરફ મનપાનો વ્યાપ વધવાથી કોર્પોરેશનની આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળવાનો છે. નવા વિસ્તારની અંદાજે સવા લાખ જેટલી મિલકતોનો હાલ કોર્પોરેશન દ્વારા એરિયલ સર્વે કરીને આકારણી કરવામાં આવી રહી છે. જેમાં વોર્ડ નં.11ની આકારણી પૂર્ણ થઈ ગઈ છે. જયારે વોર્ડ નં.10માં કામગીરી શરૃ કરવામાં આવી છે.

બીજી બાજુ આ મિલકતો ઉપરાંત પંચાયતમાં નોંધાયેલી ગ્રામ્ય વિસ્તારની મિલકતોમાં પણ સર્વે હાથ ધરવામાં આવી રહયો છે. મહત્વની વાત એ છે કે, જે ગ્રામ્ય વિસ્તારોને કોર્પોરેશનમાં ભેળવી દેવાયો છે તે વિસ્તારોમાં ઘણા સમયથી નવી વસાહતો ઉભી થયેલી નથી અને તે વસાહતોની મિલકતો પંચાયતમાં નોંધાઈ નહોતી જેથી આ મિલકતોનો વપરાશ શરૃ થયો ત્યારથી પંચાયત ધારા પ્રમાણે તેનો વેરો વસુલવાનો થાય છે આવી મિલકતોનો અંદાજે 20 કરોડ રૃપિયા જેટલો વેરો કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવનાર છે.

હાલ કોર્પોરેશને આ મિલકતોની આકારણી કરીને પંચાયત ધારા પ્રમાણે જ બિલો આપવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ આગામી વર્ષથી કોર્પોરેશનના નિયમો પ્રમાણે વેરો વસુલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન વિસ્તારમાં નવી સવા લાખ જેટલી મિલકતોનો ઉમેરો થઈ ગયા બાદ આગામી સમયમાં કોર્પોરેશનની મિલકત વેરા પેટેની આવક 100 કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments