ગાંધીનગર : ધો.-10માં માસ પ્રમોશનથી ધોરણ-11ના 95 વર્ગો વધારવા પડશે

0
5

કોરોનાને કારણે ધોરણ-10ના 33000 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા ધોરણ-11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશને લઇને હાલાકી પડશે. જોકે હાલમાં ધોરણ-11માં 413 વર્ગો હોવાથી કુલ 26845 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય. આથી નવા 95 વર્ગો વધારવામાં આવે તો જ પ્રવેશની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. બેકાબુ બનેલી કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. ત્યારે જિલ્લાના કુલ 33000 જેટલા વિદ્યાર્થીઓ સીધા ધોરણ-11માં આવતા સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશને લઇને મુશ્કેલીઓ પડી શકે છે.

જોકે જિલ્લામાં સાયન્સ અને સામાન્ય પ્રવાહની કુલ 279 શાળાઓમાં હાલમાં કુલ 413 વર્ગખંડો હયાત છે. આથી સરકારના નિયમ મુજબ 1 વર્ગખંડમાં 65 વિદ્યાર્થીઓને દાખલ કરાય તો કુલ 26845 વિદ્યાર્થીઓને જ ન્યાય મળી શકે છે. તેની સામે ચાલુ વર્ષે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા 6155 વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ મેળવી શકશે નહી. આથી આ વિદ્યાર્થીઓ માટે નવા 95 વર્ગોને રાજ્યના શિક્ષણ વિભાગે મંજુરી આપવી પડશે.

જિલ્લાની સા. પ્રવાહની 202 અને સાયન્સની 77 શાળા

જિલ્લામાં સામાન્ય પ્રવાહની કુલ 202 શાળાઓ આવેલી છે. તેમાં હાલમાં કુલ 202 વર્ગખંડો હોવાથી 13130 વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ આપી શકાય છે. જ્યારે સાયન્સની કુલ 77 શાળાઓમાં હાલમાં 135 વર્ગખંડો હોવાથી કુલ 8775 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય.​​​​​​​

જિલ્લામાં ગ્રાન્ટેડ 137 અને નોન ગ્રાન્ટેડ 135 શાળાઓ

જિલ્લામાં ગ્રાન્ટેડ સામાન્ય પ્રવાહની કુલ 123 શાળાઓમાં હાલમાં કુલ 169 વર્ગખંડો છે. જ્યારે સાયન્સની કુલ 14 શાળાઓમાં કુલ 26 વર્ગખંડો છે. ઉપરાંત સામાન્ય પ્રવાહની ખાનગી કુલ 76 શાળાઓમાં કુલ 110 વર્ગખંડો છે. જ્યારે સાયન્સની ખાનગી કુલ 59 શાળાઓમાં 105 વર્ગખંડો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેરે જણાવ્યું છે.​​​​​​​

ધો.-10ના કુલ 40 ટકા છાત્રો ITI અને ડિપ્લોમામાં પ્રવેશ લેશે

​​​​​​​ધોરણ-10માંથી પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી અંદાજે 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ આઇટીઆઇ અને ડિપ્લોમામાં એડમિશન લેતા હોવાનો એક અંદાજો છે. પરંતુ કેટલું મેરીટ ધોરણ કેટલું રાખવું તે નક્કી કરવું કપરૂ બની રહેવાની શક્યતા રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here