ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ સારવાર હેઠળ

0
6

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડાનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ હાલ તેઓ સારાવાર હેઠળ છે. અગાઉ તેમની પત્નીનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

અગાઉ તેમની પત્નીનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો

ગુજરાતના તમામ વિસ્તારોમાં હવે કોરોનાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. આજે રાજ્યમાં નવા 1101 કેસ નોંધાયા છે અને કુલ કેસોનો આંકડો 63,675 પર પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા 22 મોત સાથે કુલ મોતનો આંકડો 2487 પર પહોંચ્યો છે.રાજ્યમાં અત્યારે કુલ 14, 601 એક્ટિવ કેસો છે. જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14,520 કેસ સ્ટેબલ છે. રાજ્યમાં આજે 805 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંકડો 46,587 પર પહોંચ્યો છે.

કોંગ્રેસનાં ગાંધીનગરનાં ધારાસભ્ય સી.જે. ચાવડા કોરોના પોઝીટીવ

કોંગ્રેસનાં ગાંધીનગરનાં ધારાસભ્ય સી.જે. ચાવડા કોરોના પોઝીટીવ આવ્યા છે. શનિવારે તેમના પત્ની કોરોના પોઝીટીવ આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે. લક્ષણો જણાતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હોમ ક્વોરન્ટાઇન થયા છે. ‘

હોમ ક્વોરન્ટાઇન

આ ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટિન થયા છે. તેઓ પશુપાલક વિભાગના નિયામકના સંપર્કમાં આવ્યા હતા. પશુપાલન વિભાગના નિયામકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ જસદણના અમરાપુર ખાતે હોમ ક્વોરન્ટિન થયા છે. પશુપાલન વિભાગના અન્ય 3 વ્યક્તિઓ પણ ક્વોરન્ટીન થયા છે. નોંધનિય છે કે એક દિવસ પહેલા જ કુંવરજી બાવળીયા જસદણ ખાતે એક જીમના ઉદ્ઘાટનમાં આવ્યા હતા. જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. આજે સુરતમાં 12, અમદાવાદમાં 2, ભાવનગરમાં 2, વડોદરામાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 અને રાજકોટમાં 1 એમ કુલ 22 મૃત્યુ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે.