Saturday, September 25, 2021
Homeગાંધીનગર : અનાજનો જથ્થો દુકાને પહોંચે તે માટે કરાશે મોનીટરીંગ
Array

ગાંધીનગર : અનાજનો જથ્થો દુકાને પહોંચે તે માટે કરાશે મોનીટરીંગ

ગાંધીનગર જિલ્લામાં હાલ ચાલી રહેલ જાહેર વિતરણ વ્યવસ્થા તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિતરણ કરવામાં આવતો જથ્થો તમામ તાલુકાઓમાં પુરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે. ગાંધીનગર જિલ્લામાં ઘઉં ૫૦,૬૭૨, ચોખા- ૧૫,૫૪૯, દાળ- ૬૮૭, ખાંડ- ૯૫૩ અને મીઠું ૧,૬૭૦ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ છે. ત્યારે તમામ દુકાનોમાં જથ્થો સમયસર પહોંચે તે માટે જિલ્લા કક્ષાએથી રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે કે, ઓગસ્ટ- ૨૦૨૧માં રેશનકાર્ડ ધારકોને સમયસર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ પુરવઠા તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના ગાંધીનગર તાલુકામાં ઘઉં-૧૯૮૯૮ કિવન્ટલ, ચોખા- ૩૩૦૧ કિવન્ટલ, દાળ- ૩૬૯ કિવન્ટલ, ખાંડ- ૪૮૪ કિવન્ટલ અને મીઠું ૪૩૮ કિવન્ટલ છે. કલોલ તાલુકામાં ઘઉં- ૧૮૭૧ કિવન્ટલ, ચોખા -૪,૪૦૧ કિવન્ટલ, દાળ- ૬૦ કિવન્ટલ, ખાંડ- ૧૭૨ કિવન્ટલ અને મીઠું ૩૭૪ કિવન્ટલ, દહેગામ તાલુકામાં ઘઉં- ૨૫,૬૯૭ કિવન્ટલ, ચોખા -૩,૭૦૮ કિવન્ટલ, દાળ- ૧૯૨ કિવન્ટલ, ખાંડ- ૧૯૦કિવન્ટલ અને મીઠું ૩૭૫ કિવન્ટલ અને માણસા તાલુકામાં ઘઉં- ૩૨૦૬ કિવન્ટલ, ચોખા – ૪૪૩૯ કિવન્ટલ, દાળ- ૬૬ કિવન્ટલ, ખાંડ- ૧૦૭ કિવન્ટલ અને મીઠું ૪૮૩ કિવન્ટલ જથ્થો ઉપલબ્ધ છે.

હાલમાં ગાંધીનગર જિલ્લા ખાતે ડોર સ્ટેપ ડીલીવરી ઇજારા મારફત વાજબી ભાવની દુકાન પર જથ્થો પહોંચાડવામાં આવે છે. હાલમાં ૭૩ ટકા જેટલું વિતરણ જિલ્લા ખાતે થયું છે. બાકીનું વિતરણ ચાલુમાં છે. ચાલી રહેલ રેગ્યુલર તેમજ પી.એમ.જી.કે.એ.વાય.ના ૫૦- ૫૦ ટકા જથ્થો વિતરણ માટે એફ.પી.એસ. પર પહોંચાડવામાં આવે છે. અને વિતરણ શરૃ થયા બાદ ૩- ૫ દિવસમાં બાકીનો જથ્થો તમામ એફ.પી.એસ. ખાતે પહોંચતો કરવામાં આવે છે. તેમજ એફ.સી.આઇ. થી સરકાર અનાજ ગોડાઉન ખાતે અનાજની આવક રોજેરોજ ચાલુમાં છે. તેમજ તમામ દુકાનોમાં જથ્થો સમયસર વાજબી ભાવની દુકાને પહોંચે તે માટે જિલ્લા કક્ષાએથી રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments