ગાંધીનગરનાં મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. રતનકુંવર ચારણ ગઢવીને હટાવવા GCC ગ્રુપે ટ્વિટર અભિયાન છેડ્યું

0
9

  • ગાંધીનગરની જનતાને સમયના આપતા હોવાનો આક્ષેપ
  • ટ્વિટરના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ

ગાંધીનગર મનપા કમિશનરની કામગીરીથી નારાજ GCC એટલે કે ‘ગાંધીનગરને ચમકાવવું છે’ ગ્રુપ તરફથી ટ્વિટર અભિયાન છેડાયું છે. GCC ગ્રુપે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ‘ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકુંવર ચારણ ગઢવી બદલાવા જોઈએ. અન્ય શહેરના કમિશનર જેવા હોવા જોઈએ’. તેવા ટેગ સાથે સોશિયલ મીડિયામાં અભિયાન છેડવામા આવ્યું છે. GCC ગ્રુપે શરૂ કરેલું ટ્વિટર અભિયાન ધીમે ધીમે વાયરલ પણ થવા લાગ્યું છે. એક IAS અધિકારી વિરુદ્ધ શરૂ થયેલાં અભિયાનને ઘણાં લોકો એક બીજાનાં ગ્રૂપમાં શૅર પણ કરી રહ્યા છે.

આંદોલન કે વિરોધ પ્રદર્શન કર્યા વિના રાજય સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા હાલમાં સૌથી વધુ સોશિયલ મીડિયા કારગત નીવડી રહ્યું છે. ગાંધીનગર મહાનગર પાલિકાના શાસક કે વિપક્ષ પક્ષના હોદેદારો ધ્વારા પ્રજા લક્ષી કામો સંદર્ભે અનેક પત્ર લખી રજૂઆતો કરવામાં આવતી હોવા છત્તાં કમિશ્નર ડૉ.રતનકુંવર ગઢવી ચારણ તેનો જવાબ આપવાનું ટાળતા હોવાના આક્ષેપો થતા રહે છે. કમિશ્નરની કાર્યપ્રણાલીથી મહાનગરપાલિકાનોં એક બહોળો વર્ગ નારાજ છે. પણ ઉપરી અધિકારી સામે આંગળી ચીંધવાની હિંમત કોઈ કરી શકતું ના હોવાની ચર્ચા છે. ત્યારે ગાંધીનગરનાં યુવાનોનાં ‘ગાંધીનગરને ચમકાવવું છે’ (GCC) ગ્રૂપ ધ્વારા પોતાનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ગાંધીનગરનાં મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. રતનકુંવર ચારણ ગઢવી બદલાવા જોઈએ. અન્ય શહેરનાં કમિશ્નર જેવાં હોવાં જોઈએ. તેવાં ટેગ સાથે સોશિયલ અભિયાન છેડવામાં આવ્યું છે

નેતાઓ ઉપર આક્ષેપ થતા ઘણી વખત જોવા મળતા હોય છે પરંતુ ગાંધીનગરમાં એક ઉચ્ચ આઈએએસ અધિકારી ઉપર સોશિયલ મીડિયા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશ્નર ઉપર શહેરીજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર કમિશનર જનતાને સમય નથી આપતા તેમજ પ્રજાને જવાબો આપવાનું ટાળે છે. કમિશ્નરનું પોતાનું ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ નથી કે ગાંધીનગરનાં લોકો તેમને ઓળખતા નથી તેવાં આક્ષેપો સાથે કમિશ્નરનો વિરોધ થઈ રહયો છે .આગાઉ પણ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા મેયર અને કમિશ્નર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગનાં યુવાનોના GCC ગ્રુપે પણ મુહિમ ઉઠાવી છે કે કમિશ્નર બદલાવા જોઈએ. ગાંધીનગર મહાનગર પાલિકના કમિશ્નર શહેરીજનો પોતાની રજુઆત લઈને આવે છે તો પણ સાંભળતા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here