ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશન 18 ગામોનું વિસ્તરણ કરીને સમાવેશ કરવામાં આવ્યા

0
6

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 18 ગામોનું વિસ્તરણ કરીને આ ગામોને કોર્પોરેશનમાં સમાવેશ કરી લેવામાં આવ્યા હતા. જેના પગલે 18 ગામોની પંચાયત તેમજ પાણી અને ગટર વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ મહાનગરપાલિકાએ સંભાળી લીધી છે. જેના માટે 155 જેટલા આરોગ્ય કર્મચારીઓનો મહાનગરપાલિકામાં હંગામી રીતે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે.

ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરીની શરૂઆત
રાજ્યના પાટનગર ગાંધીનગરના 18 ગામોનું મહાનગરપાલિકામાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું હતું, અત્યાર સુધી આ ગામમાં રોડ રસ્તા ગટર અને પાણી તેમજ આરોગ્યલક્ષી સેવાઓનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતું હતું. મહાનગરપાલિકા માનવીનીકરણ થતા ઘણા ગ્રામજનોએ તેનો વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય પછી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓની જવાબદારીઓ પોતાના હસ્તક લઈ લેવામાં આવી હતી અને દરેક ગામોની પંચાયત કચેરી ઉપર મહાનગરપાલિકાએ વોર્ડ કચેરીઓ પણ શરૂ કરી દીધી હતી અને ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી પણ આરંભી દેવામાં આવી હતી.

ગઈકાલથી 18 ગામોમાં આરોગ્યલક્ષી કામ ગાંધીનગર મહાનગરપાલિકાને સોપાયું
છેલ્લા ઘણા સમયથી 18 ગામોમાં પ્રાથમિક સુવિધાઓ સહીત આરોગ્યલક્ષી સેવાઓ જીલ્લા પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવતી હતી ત્યારે ગઈકાલથી 18 ગામોમાં આરોગ્યલક્ષી ગાંધીનગર મહાનગરપાલિકાની સોંપી દેવામાં આવી છે. જેના પગલે આ ગ્રામ્ય વિસ્તારમાં 155 જેટલા આરોગ્ય કર્મચારીઓને મહાનગરપાલિકામાં હંગામી રીતે રાખી લેવામાં આવ્યા છે. તદુપરાંત 15 સબ સેન્ટરો અને સુઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેથાપુર સરકારી દવાખાનાની જવાબદારી પણ મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને તે દિશામાં પણ મહાનગરપાલિકા દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here