Wednesday, September 22, 2021
Homeગાંધીનગર : ભાડૂઆતનું ઉપરાણું લઈ વિધવા માતાને માર મારી પુત્રએ હત્યાનો પ્રયાસ...
Array

ગાંધીનગર : ભાડૂઆતનું ઉપરાણું લઈ વિધવા માતાને માર મારી પુત્રએ હત્યાનો પ્રયાસ કર્યો

ગાંધીનગરનાં સેકટર-6માં રહેતા કળિયુગના કપાતર પુત્રએ પાંચ માસથી દુકાનનું ભાડું નહીં આપનાર ભાડૂઆતનું ઉપરાણું લઇને વિધવા માતાને ઢોર માર મારી ગળું દબાવવાની કોશિશ કરી જાનથી મારી નાખવાના પ્રયાસની ઘટના સેકટર-7 પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેકટર 6/સી પ્લોટ નંબર 803/1માં રહેતા ગીતાબેન હર્ષદભાઈ પટેલના પતિનું વર્ષ 2008માં અવસાન થયું હતું. ત્યારથી તેઓ વિધવા જીવન પસાર કરી રહ્યા છે. જેમનો પુત્ર હાર્દિક તેમની સાથે જ રહે છે. ગીતાબેન તેમજ હાર્દિકની માલિકીની દુકાન સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં આવેલી છે.

જે દુકાનમાં રાકેશભાઈ શર્મા ભાડૂઆત તરીકે ધંધો કરી રહ્યા છે. છેલ્લા પાંચ માસથી ભાડૂઆત રાકેશભાઈએ દુકાનનું ભાડું નહીં ચૂકવ્યું હોવાથી ગીતાબેન સેકટર-26ની રાકેશભાઈની ઓફિસે ગયા હતા. જ્યાં પોતાને પૈસાની જરૂર હોવાથી ભાડાની માંગણી કરી હતી.

રાકેશ ભાઈએ તેમના પુત્ર હાર્દિક સાથે વાતચીત થઈ ગઈ હોવાનું જણાવતા ગીતાબેન ઘરે પરત આવી ગયા હતા અને તેઓ ઘર બહાર બાકડા પર બેઠા હતા તે દરમિયાન હાર્દિક એકદમ ગુસ્સામાં આવીને વિધવા માતાને બિભત્સ ગાળો બોલી તું ભાડું લેવા શું કામ ગઈ હતી તેવું કહી માર મારી ગળું દબાવવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.

પોતાના પુત્રનો માર સહન ન થતાં ગીતાબેને બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા અને હાર્દિકના વધુ મારમાંથી ગીતાબેનને છોડાવી કળિયુગના કપાતર પુત્ર સામે ફિટકાર વરસાવી હતી. આ બનાવના પગલે ગીતાબેને પોતાના પુત્ર હાર્દિક વિરુદ્ધ ફરિયાદ આપતાં સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments