ગાંધીનગર : નર્મદા કેનાલમા છેલ્લા એક માસમા ૨૦ વ્યક્તિઓ કેનાલમા પડીને કરેલી આત્મહત્યા

0
43

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલી નર્મદા કેનાલમા આપઘાત કરવાના બનાવો તેમજ કેટલાક નીર્દોષ વ્યક્તિઓ પણ આ કેનાલમા પોતાની કીમતી જીંદગી વેડફી નાખી છે. એક સામાન્ય ભુલમા લોકો મોતને ઘાટે ઉતરે છે. તેવો જ બનાવ નભોઈ કેનાલમા ગઈ કાલે બનવા પામ્યો છે. ભાટ પાસે આવેલ એસએસઆઈટી એન્જિન્યરીંગ કોલેજના ત્રણ વિદ્યાર્થી મીત્રો એક કાર લઈને નભોઈ કેનાલ પાસે આવ્યા હતા. અને આ મીત્રોએ નર્મદા કેનાલમા હાથ ધોવા માટે ઉતરતા આ ત્રણે મીત્રોમાંથી એક મીત્રનો પગ લપસતા એક બીજાના બચાવવા જતા એક વિર્દ્યાર્થીને તરતા આવડતા તે બહાર નીકળી ગયો હતો. અને અન્ય બે વિદ્યાર્થીઓના કેનાલમા ડુબી જવાથી મોત થવા પામ્યુ છે. આમ ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમા ગઈ કાલે બહીયલ પાસે આવેલી નર્મદા કેનાલમા એક યુવાન કેનાલમા પડતા તેની બહીયલના તરવૈયાઓએ શોધખોળ કરતા કાલે સાંજ સુધી આ લાસ મળવા પામી ન હતી.આમ ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમા છેલ્લા એક માસમા ૨૦ જેટલા વ્યક્તિઓ મોતને ઘાટે ઉતરી જવા પામ્યા છે.

 

  • ગઈ કાલે નભોઈ કેનાલમા હાથ ધોવા માટે ઉતરેલા ત્રણ વિદ્યાર્થીઓ માંથી બે વિદ્યાર્થીઓ ડુબી ગયા અને એક વિદ્યાર્થીને તરતા આવડતા તે બચી ગયો
  • બહીયલ પાસે આવેલ નર્મદા કેનાલમા એક વ્યક્તિ કાલે નર્મદા કેનાલમા આપઘાત કર્યો છે તેને શોધવા માટે તરવૈયાઓની ટીમ નર્મદા કેનાલના પાણીમા શોધી રહી છે પરંતુ હજી કોઈ પત્તો મળ્યો નથી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ    

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here