Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : જીવન-મરણ વચ્ચે ઝઝુમતા દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ સંજીવની સમાન
Array

ગાંધીનગર : જીવન-મરણ વચ્ચે ઝઝુમતા દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ સંજીવની સમાન

રાજયભરમાં કોરોના મહામારીની બીજી લહેરના પગલે એક એક શ્વાસ લેવા માટે તરફડી રહ્યા છે ત્યારે ગાંધીનગરના કોલવડા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ ગાંધીનગરની પ્રજા માટે સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થયો છે. કોલવડામાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં ઉભો કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં એક સાથે 200 જેટલા દર્દીઓને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવશે તેવું દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

ઓક્સીનજન ની સંજીવની બુટ્ટી લાવનાર સિવિલના OSD અમિત પ્રકાશ યાદવ
ઓક્સીનજન ની સંજીવની બુટ્ટી લાવનાર સિવિલના OSD અમિત પ્રકાશ યાદવ

ગાંધીનગર કલેકટર ર્ડા. કુલદીપ આર્ય અને સિવિલના OSD અમિત પ્રકાશ યાદવની મહેનત રંગ લાવી
ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી જવાથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ચુકી છે. ચારેતરફ અફરાતફરીના માહોલ વચ્ચે ઓક્સિજનની ડિમાન્ડ વધી જવાથી અચાનક ઓક્સિજનની અછત સર્જાવા લાગી હતી. ત્યારે આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર ર્ડા. કુલદીપ આર્ય તેમજ સિવિલ હોસ્પિટલના OSD એવા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી- ગુડાના ચીફ અમીત પ્રકાશ યાદવ મેદાનમાં આવી ગયા હતાં. બન્ને અધિકારીઓએ રાતદિવસ અનેક મિટિંગ શરૂ કરી હતી. છેલ્લે રામ નવમીના દિવસે પણ મેરેથોન મિટિંગ યોજી ગાંધીનગર કોલવડા આયુવૈદીક કોલેજમાં નવો ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ઉભો કરી દેવા એક્શન પ્લાન ઘડી નાંખ્યો હતો. અંતે તમામ એજન્સીઓ સાથે ગહન ચર્ચાના અંતે માત્ર 24 કલાકના ગાળામાં ગાંધીનગરની જનતા માટે સંજીવની સમાન ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.

કુદરતી હવામાંથી સીધો જ શુદ્ધ ઓક્સિજન મળી રહે તેવી ટેકનોલોજી સાથેનો પ્લાન્ટ
ગાંધીનગર શહેરી વિકાસમાં સત્તામંડળના ચીફ અને સિવિલના ઓએસડી આઈએસસેસ અધિકારી અમિતપ્રકાશ યાદવએ આ પ્લાન્ટ અંગે જણાવ્યું કે,આ પ્લાન્ટ મશીનરી તદ્દન નવી ટેક્નોલજીથી સુજજ છે. જેને અમેરિકાથી મંગાવવામાં આવી છે. જે કુદરતી હવામાંથી ઓક્સિજન કોમ્પ્રેસર થકી ખેંચશે અને પ્લાન્ટના ડ્રાયરમાં જશે. અને ત્યાં આ ઓક્સિજન મોસ્યુરાઇઝ થશે જેના કારણે કુદરતી હવામાં રહેલા નાઈટ્રોજન, હિલિયમ સહિતના નકામા તત્વો દુર થઈ જશે.આ પ્લાન્ટનું સીધું કનેક્શન વોર્ડમાં આપી દેવામાં આવ્યું છે. જેના થકી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ સીધો જ શુદ્ધ ઓક્સિજન મેળવી શકશે.

બેકઅપ માટે 300 જમ્બો ઓક્સિજન સિલિન્ડરો સ્ટેન્ડબાય રાખવામા આવ્યા છે
ગાંધીનગરના કોલવડાની આયુર્વેદિક કોલેજ ખાતેના ઓક્સિજન પ્લાન્ટમાં ભવિષ્યમાં કટોકટીની સ્થિતિ સર્જાય તેના માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું .નવો પ્લાન્ટ તો અવિરત કાર્યરત રહેવાનો જ છે પરંતુ સમયની માંગ મુજબ 300 જેટલા જમ્બો ઓક્સિજનના સિલિન્ડરો સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યા છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં કટોકટી ઉભી થાય તે સમયે કરવામાં આવશે .

એકસાથે 200 દર્દીઓને અવિરત ઓક્સિજન સપ્લાય મળશે
એકસાથે 200 દર્દીઓને અવિરત ઓક્સિજન સપ્લાય મળશે

નિષ્ણાત ડોકટરો સહિતની ટીમ સયુંકત કામગીરી કરશે
​​​​​​​
કોલવડા આયુર્વેદિક કોલેજ ના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ બિમલ મોદીએ જણાવ્યું હતું કે, અત્રેની હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર તેમજ સુવિધાઓ મળી રહે તે દિશામાં સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ઓનકોલ- એક ફિઝિશિયન ડોક્ટર, એમબીબીએસ ડોક્ટર-6, નર્સિંગ સ્ટાફના 6 અનેવર્ગ -4 ના 30કર્મચારીઓ સેવા આપશે. હેલ્પ ડેસ્ક માટે 6 ડોક્ટરો ની ટીમ રાખવામાં આવી છે.

સિવિલમાં ક્રિટિકલ દર્દીઓને વધુ સારી સારવાર મળી રહેશે : સુપરિન્ટેન્ડન્ટ ડૉ.બિમલ મોદી
ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. બિમલ મોદીએ વધુમાં કહ્યું કે, કોલવડા ની આયુર્વેદિક કોલેજ માં કાર્યરત કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ ના કારણે સિવિલ હોસ્પિટલ નું ભારણ ઘટી જશે સ્ટેપ ડાઉન વાળા દર્દીઓ કે જેઓને 2 થી 7 લીટર ઓક્સિજનની જરૂરિયાત છે પણ અન્ય કોઈ મેડીકલ ટ્રીટમેન્ટ ની જરૂરિયાત નથી તેવા દર્દીઓને અહીં લાવવામાં આવે તો સિવિલમાં ક્રિટિકલ દર્દીઓને વધુ સારી સારવાર મળી રહેશે.સિવિલમાં બેડની અછત પણ સર્જાશે નહીં જે દિશામાં પણ આયોજન ચાલી રહ્યું છે.

પ્લાન્ટથી મહિને1800 જમ્બો બાટલાની બચત થશે
પ્લાન્ટથી મહિને1800 જમ્બો બાટલાની બચત થશે

કોલવડાના કોવિડ કેરમાં એકસાથે 200 દર્દીઓને અવિરત ઓક્સિજન સપ્લાય મળશે​​​​​​​​​​​​​​
વધુમાં ડો. બિમલ મોદીએ ઉમેર્યું હતું કે, માત્ર 24 કલાકમાં જ આ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. હાલમાં અત્રે 80 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ટુક સમયમાં જ 200 દર્દીઓને ઓક્સિજન સપ્લાય સાથે સારવાર શરૂ કરી દેવામાં આવશે.કોઈ ટેક્નિકલ ફોલ્ટના લીધે વીજ પુરવઠો ખોરવાઈ તો પ્લાન્ટ સાથે જમ્બો જનરેટર પણ ફિટ કરી દેવામાં આવ્યું છે. જે વીજ પુરવઠો ખોરવાઈ જાય તો ગણતરીની મિનિટોમાં જ આપમેળે પ્લાન્ટને શરૂ કરી દેશે પણ ઓક્સિજન સપ્લાયમાં કોઈ ઉણપ આવશે નહીં.

પ્લાન્ટથી 1800 જમ્બો બાટલાની બચત થશે
​​​​​​​
લેટેસ્ટ ટેકનોલોજીના આ ઓક્સિજન પ્લાન્ટથી 1800 જેટલા ઝમ્બો ઓક્સિજનના બાટલાની બચત થશે જેના કારણે અન્ય નાની 8 થી 10 હોસ્પિટલોને ઓક્સિજનરૂપી પ્રાણવાયુ પૂરું પાડી શકાશે.જો આ પ્લાન્ટ ના હોત તો અત્યારે 60 ઝમ્બો બોટલો લાવવાની નોબત આવતી પરંતુ હવે ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યાનું નિરાકરણ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય દ્વારા લાવી દેવામાં આવતા લોકો પણ તેમની સમય સુચકતા સાથેની ત્વરિત નિર્ણય શક્તિને બિરદાવી રહ્યાં છે.

નિષ્ણાત ડોકટરો સહિતની ટીમ સયુંકત કામગીરી કરશે
નિષ્ણાત ડોકટરો સહિતની ટીમ સયુંકત કામગીરી કરશે

આયુવૈદીક પદ્ધતિથી સારવાર લેતા દર્દીઓ પર રિસર્ચ ચાલુ
ગાંધીનગર નાં કોલવડા આયુર્વેદિક કોલેજ માં એલોપેથી ટ્રીટમેન્ટની સાથે આયુર્વેદિક પદ્ધતિથી પણ કોરોનાના દર્દીઓ ની ડોક્ટર દક્ષેન અને ડૉ.શીતલ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. કોરોના માં આયુર્વેદિક દવા કેટલી અસરકારક સાબિત થઈ શકે છે તે માટે અત્રેની હોસ્પિટલ તારા આયુર્વેદિક પદ્ધતિથી સારવાર મેળવનાર દર્દીઓનો ડેટા પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં બીપી એલોપેથીક અને આયુર્વેદિક ની સારવાર મેળવતા દર્દીઓ કેટલા સમયગાળામાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય છે તે અંગે નું રિઝલ્ટ પણ હાલમાં ચાલી રહ્યું છે. કોરોના ની સારવાર માં આયુર્વેદિક સારવાર વધુ કારગત નીવડશે તો આગામી સમયમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપવાનું પણ આયોજન હાથ ધરવાની વિચારણા ચાલી રહી છે.

દર્દીઓને માનસિક મનોબળ મળી રહે તે માટે મ્યુઝીક થેરાપી પણ શરૂ થશે
​​​​​​​
કોલવડાની આયુર્વેદિક હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓમાં આત્મવિશ્વાસ વધે તેમજ તેમનું માનસિક મનોબળ મજબૂત થાય તે માટે ડોક્ટર દિશા અને ડોક્ટર મિહિર દ્વારા મ્યુઝિક થેરાપી પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવનાર છે જેમાં દિવસ દરમિયાન ૨થી ૩ કલાક ભક્તિસંગીત પ્રાર્થના તેમજ મોટીવેશનલ સ્પીચ સહિત ની મ્યુઝિક થેરાપી પણ ટૂંકાગાળા આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments