Friday, September 17, 2021
Homeગાંધીનગર : રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન દરમિયાન 150 થી વધારે લોકો જોતા પોલીસ ત્રાટકી
Array

ગાંધીનગર : રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન દરમિયાન 150 થી વધારે લોકો જોતા પોલીસ ત્રાટકી

ગાંધીનગરનાં માણસા તાલુકાના અંબોડ મહુડી હાઇવે રોડ પર વૃંદાવન રેસ્ટોરન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે 150થી 200 આમંત્રિત મહેમાનો એકઠા થયા હોવાથી માણસા પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડતા મહેમાનોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે થોડા વખત અગાઉ જિલ્લામાં મંદિરોમાં ધાર્મિક વિધિના બહાને ઉમટી પડતી ભીડની યાદો તાજા થઈ જવા પામી છે. ત્યારે માણસા પોલીસે રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ નહિવત થઈ ચૂક્યું છે. ત્યારે સરકારે કોરોના ગાઈડલાઈનના કડક નિયમોની અમલવારી સાથે વેપાર ધંધા કરવાની છૂટછાટ આપી દેવાઈ છે, પરંતુ જે પ્રકારે બજારો સહિતના જાહેર સ્થળો પર લોકો બેફિકરાઈથી જોવા મળી રહ્યા છે તે જોતાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ અનિવાર્ય છે. તેમ છતાં આજે અંબોડ મહુડી હાઇવે પર વૃંદાવન રેસ્ટોરન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 150થી 200 આમંત્રિત મહેમાનો દ્વારા ઉમટી પડી સોશિયલ ડિસ્ટન્સીના કાયદાનું ચિર હરણ કરવામાં આવી રહ્યું હતું.

માણસા પોલીસ મથકના પીએસઆઇ જી. એ. સોલંકી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર ભાઈને ઉક્ત રેસ્ટોરન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે મોટી ભીડ એકઠી થઈ હોવાની બાતમી મળી હતી. જેનાં પગલે ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ કુમક દ્વારા રેસ્ટોરન્ટનાં ઉદ્ઘાટન કાર્યક્રમના રંગમાં ભંગ પાડી રેડ કરવામાં આવી હતી.

પોલીસ કોરોના ગાઈડલાઈન અન્વયે ત્રાટકી હોવાની જાણ થતાં જ આમંત્રિત મહેમાનો માં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે રેસ્ટોરન્ટ માલિક ભુપેન્દ્રસિંહ દશરથસિંહ ચાવડા પણ પોલીસ કાફલાને જોઈ ભૂગર્ભમાં જતાં રહ્યાં હતા. આ અંગે પોલીસે રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ કોરોના ગાઈડ લાઈન ભંગ તેમજ એપેડેમિક એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ ગાંધીનગર જિલ્લાના ઘણા મંદિરોમાં પાણી ચડાવવાની માન્યતાના પગલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ધાર્મિક વિધિ કરતા હતા. જેનાં કારણે ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને એક પછી એક પોલીસ મથકોમાં ટોળા વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments