Thursday, August 5, 2021
No menu items!
Homeગાંધીનગર-કલોલ તાલુકામાં કોરોનાના 8 કેસ જ્યારે રાંચરડાના આધેડનું મોત
Array

ગાંધીનગર-કલોલ તાલુકામાં કોરોનાના 8 કેસ જ્યારે રાંચરડાના આધેડનું મોત

ગાંધીનગર. કોરોનાથી પ્રભાવિત ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા ચાર ચાર કેસ નોંધાયા છે. જ્યારે મનપા, દહેગામ અને માણસા તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી. નવા આઠ કેસની સાથે સાથે રાંચરડાના આધેડનું કોરોનાથી મોત થયું છે. આથી છેલ્લા છ દિવસમાં કોરોનાથી 9 દર્દીઓની જીવનદોરી કપાઇ ગઇ છે. આથી જિલ્લામાં મોતનો કુલ આંકડો 28 ઉપર પહોંચ્યો છે.

કનોરીયા હોસ્પિટલના સ્વીપર સહિત 4ને ચેપ

પેથાપુરના સિદ્ધિ વિનાયક બંગ્લોઝમાં રહેતા 52 વર્ષીય આધેડ અમદાવાદ જતા આવતા હતા. તાવ અને શરદીની બિમારીને લીધે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પરિવારના 5 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન કર્યા છે. જ્યારે સંક્રમિત કાકાના સંપર્કમાં આવવાથી પેથાપુરનો 36 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત કનોરીયા હોસ્પિટલમાં સ્વિપર તરીકે નોકરી કરતો ભાટનો 26 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે ગલુદણના સંક્રમિત થયેલા 32 વર્ષીય યુવાન મરણ પ્રસંગે રાજસ્થાનના પાલીમાં ગયો હતો. જ્યાંં તે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોનામાં સપડાયો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

કલોલના વૃદ્ધ સહિત 4 વ્યક્તિ સપડાઇ

કલોલની વિશ્વાસ સોસાયટીમાં રહેતા અને બ્લડપ્રેશરની બિમારી ધરાવતા 62 વર્ષીય વૃદ્ધને તાવ અને શરદીની બિમારી થતાં સ્થાનિક ખાનગી તબિબની દવા લીધી હતી. પરંતુ દવાની અસર નહી થતાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. કલોલ તાલુકાના સૈજની જીઆઇડીસી એસ્ટેટમાં રહેતા 42 વર્ષીય યુુવાનને તાવ અને શરદીની બિમારીના કારણે ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અંબિકાનગરમાં રહેતા 54 વર્ષીય પતિ અને 48 વર્ષીય પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. પતિ પત્નીને બ્લડપ્રેશરની બિમારી હોવાથી દવા લેવા સ્થાનિક તબિબને ત્યાં જતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments