Saturday, September 18, 2021
Homeગાંધીનગર ગાંધીનગર : સેકટર-21 પોલીસ મથકની હદમાં ચાલતા વરલી મટકાંના જુગાર ધામ પર...

ગાંધીનગર : સેકટર-21 પોલીસ મથકની હદમાં ચાલતા વરલી મટકાંના જુગાર ધામ પર દરોડા

ગાંધીનગર સેકટર 21 પોલીસ મથકની હદમાં ચરેડી ચાર રસ્તા પર લીંબડાનાં ઝાડ નીચે ચાલતા વરલી મટકાંનાં જુગાર ધામ પર લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કોડવર્ડ વાળા નામો સાથે વરલીના આંકડા લખેલી ત્રણ ડાયરી સાથે પેથાપુરનાં ઈસમને ઝડપી લઈ જુગારના સાહિત્ય, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 39 હજાર 590ની મત્તા જપ્ત કરી સેકટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ગાંધીનગરના ચરેડી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી ચાલતાં દિલાવર પાન પાર્લર પાસે લીંબડાના ઝાડ નીચે ચાલતા વરલી મટકાંનાં જુગાર ધામ પર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાં એક ઈસમ મોબાઇલ ફોન પર આંકડા લખી રહ્યો હતો. અને તેના પગ પાસે ત્રણ ડાયરીઓ મળી આવી હતી.

જેનાં પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડાયેલ ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વિજયસિંહ કલ્યાણસિંહ વાઘેલા (રહે. ગોપાલનગર સોસાયટી, પેથાપુર) હોવાની કબૂલાત કરી હતી. જેની પાસેથી મળી આવેલી ત્રણ ડાયરીઓની પોલીસે ચકાસણી કરતાં અંદર કોડવર્ડથી બાદશાહ અને જયપાલ જેવા નામો લખેલા અને તેની સામે વરલીના આંકડા લખેલા હતા.

આ અંગે એલસીબી પીઆઈ જે એચ સિંધવે જણાવ્યું હતું કે, પકડાયેલા વિજયસિંહ વાઘેલા પોર ગામના પોપટજી ઠાકોરને વરલીના આંકડા આગળ લખાવી કમિશન ખાતો હતો. અને ડાયરીમાં અલગ અલગ ગ્રાહકોના નામો કોડવર્ડથી લખાવામાં આવેલા છે. જેની પાસેથી રૂ. 34 હજાર 590 રોકડા, મોબાઇલ ફોન તેમજ વરલી નું સાહિત્ય મળીને કુલ રૂ. 39 હજાર 590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે પોર ગામનો પોપટજી ઠાકોર વોન્ટેડ છે. આ અંગે સેકટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments