Thursday, August 5, 2021
No menu items!
Homeગાંધીનગર : રખિયાલ પોલીસે ૩,૨૮,૦૦૦ ના દારૂ સાથે 2 ઈસમો કરી...
Array

ગાંધીનગર : રખિયાલ પોલીસે ૩,૨૮,૦૦૦ ના દારૂ સાથે 2 ઈસમો કરી ની ધરપકડ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાની પોલીસ વડાની સુચના અનુસાર રખિયાલના પીએસઆઈ વી.બી. દેસાઈ તેમના સ્ટાફ સાથે વાહન ચેકીંગમા હતા ત્યારે  રખિયાલ મોડાસા રોડ તરફથી આવતુ એક મહીંદ્રા કંપનીનુ બોલેરો પીકઅપ ડાલુ નંબર જીજે-૨૭-વી-૯૬૮૧ ને શંકાના દાયરામા રોકતા પોલીસે આ ડાલાની તપાસ અને પુછપરછ કરતા આ ડાલામાંથી જુદી જુદી પ્રકારનો ઈંગલીશ દારૂની બોટલ નંગ ૪૨૫ મળી આવી હતી. અને આ દારૂની કીમત ૧,૨૭,૫૦૦ થવા પામી છે.અને પીકઅપ ડાલાની કીમત ૨ લાખ થવા પામી હતી અને એક મોબાઈલ ફોન સાથે કુલ રૂપીયા ૩,૨૮,૦૦૦ નો વિદેશી દારૂ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યો છે.

 

આરોપી રણજીત ઉર્ફે જાડીયો પ્રકાશકુમાર ઓડ રહેઠાણ બારેજા  તાલુકો- દસકોઈ, જિલ્લો- અમદાવાદ (૨) સંજય મહેશભાઈ ચુનારા રહેઠાણ બારેજા તાલુકો- દસકોઈ, જિલ્લો- અમદાવાદ આ બને ઈસમોની ધરપકડ કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

  • રખિયાલ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે એક ડાલાને શંકાના દાયરામા પોલીસે તપાસ કરતા ડાલામાંથી જુદી જુદી પ્રકારનો ઈંગલીશ દારૂ પકડાયો
  • રખિયાલ પોલીસે જુદી જુદી પ્રકારની ૪૨૫ ઈંગલીશ દારૂની બોટલ પકડી પાડી
  • આ ૪૨૫ બોટલની કીમત રૂપીયા ૧,૨૭,૫૦૦ થવા પામી છે અને એક પીકઅપ ડાલુ અને એક મોબાઈલ સહીત પોલીસે રૂપીયા ૩,૨૮,૦૦૦ નો ઈંગલીશ દારૂ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો
  • અને બે ઈસમોની પોલીસે ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments