Wednesday, September 29, 2021
Homeગાંધીનગર : પ્રાંતિયામાં માનસિક અસ્વસ્થ યુવતી પર 5 દિવસ પહેલાં દુષ્કર્મ
Array

ગાંધીનગર : પ્રાંતિયામાં માનસિક અસ્વસ્થ યુવતી પર 5 દિવસ પહેલાં દુષ્કર્મ

ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામના ત્રણ યુવકોએ માનસિક અસ્થિર યુવતિ પર બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના તાલુકાના એક ગામની થોડાઘણા અંશે માનસિક અસ્થિર યુવતી પર ત્રણેય યુવકોએ પાંચ દિવસ પહેલાં બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે પરિવારને ખબર પડતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને પ્રાંતિયાના ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

રાત્રે ચાલવા ગઈ ત્યારે બની ઘટના

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરના તાલુકાના એક ગામની 30 વર્ષીય યુવતી થોડા ઘણા અંશે માનસિક રીતે અસ્થિર છે. 5 દિવસ પહેલાં તે સાંજના સમયે ચાલવા નીકળી હતી. સામાન્ય રીતે એકાદ કલાકમાં ઘરે આવી જતી યુવતી કલાકો સુધી ઘરે આવી ન હતી. રાત્રે 9 વાગ્યાના સુમારે તે ઘરે આવી ત્યારે તેના કપડાં અને વાળ વિખરાયેલા હતા. યુવતીની માતાએ તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે થયેલી ઘટના કહીં હતી પરંતુ તેણે કોઈના નામ આપ્યા ન હતા. યુવતીએ નામ ન આપતા પરિવારને પોતાની સાથે શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ હતી

જેમાં યુવતીના ફોનમાંથી એક નંબર મળ્યો હતો જે અંગે તપાસ કરતાં તે ગામના જીલુ લખાજી ઠાકોર (23 વર્ષ)નો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પરિવારને યુવકને ઝડપીને તેની આકરી પૂછપરછ કરતાં ગામના વધુ બે યુવકોના નામ સામે આવ્યા હતા. જેમાં જીલુ ઉપરાંત ગામના પરબત હોથાજી ઠાકોર (32 વર્ષ) અને લાલા ઉર્ફે મરઘી ઠાકોરે મળીને યુવતી દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટના અંગે યુવતીની માતાએ શનિવારે મોડી સાંજે ડભોડા પોલીસને જાણ કરી હતી. આ અંગે ડભોડા પીએસઆઈ એ. એ. વછેટાએ કહ્યું હતું કે, ‘ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. પ્રાંતિયા ગામના ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments