Saturday, September 25, 2021
Homeગાંધીનગર : વાહકજન્ય વાયરલ કેસોમાં ઉછાળો
Array

ગાંધીનગર : વાહકજન્ય વાયરલ કેસોમાં ઉછાળો

ચોમાસાની મૌસમ શરૂ થતાં જ ગાંધીનગરમાં મેલેરિયા, સાદો તાવ તેમજ ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી આંકડાની વાત કરીએ તો દરરોજ એકસો જેટલા કેસો તાવના સામે આવી રહ્યા છે. જેનાં પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરમાં મેઘરાજાએ રિસામણાં કરી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કાદવ કીચડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થઈ ચૂક્યું છે. વરસાદી સિઝન શરૂ થતાં જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરી દઈ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં વાહક જન્ય રોગો વધી જવાની સૌથી વધુ સંભાવના રહેતી હોય છે. જેનાં પગલે મેલેરિયા શાખા દ્વારા એન્ટી લારવા અને સર્વેલન્સની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ સાદા તાવના કેસો શોધી કાઢવા માટે અલગ અલગ ટીમે બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. મેલેરિયા તંત્ર દ્વારા મચ્છરોનાં બ્રિડીંગ શોધી કાઢવા હોટલ, રેસ્ટોરન્ટ, શાળા કોલેજો તેમજ કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ હાથ ધરી નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં એકસો જેટલા દર્દીઓ મળી રહ્યા છે.

ત્યારે આરોગ્ય તંત્ર ધ્વારા ખાનગી લેબોરેટરીઓમાં પણ રોજના કેટલા તાવના રિપોર્ટ થઈ રહ્યા છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. તો સરગાસણ, કુડાસણ, રાયસણ ન્યુ ગાંધીનગર ગણાતા વિસ્તારોમાં ડેન્ગ્યુ તેમજ તાવના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. આ અંગે કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વરસાદી સિઝનના કારણે તાવના કેસો નોંધાઈ રહ્યા છે. દરરોજ એકસો જેટલા તાવના કેસો મળી રહ્યા છે.

આ અંગે ગાંધીનગરની ખાનગી લેબોરેટરીના સંચાલકે જણાવ્યું હતું કે, હાલની સિઝન પ્રમાણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઈફૉઈડ જેવા રોગોના સૌથી વધુ રિપોર્ટ કરવામાં આવેછે જેમાં દરરોજ 10 થી 20 દર્દીઓનાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફૉઈડના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો વાહક જન્ય રોગોના 50થી વધુ દર્દીઓના રિપોર્ટ શહેરી વિસ્તારમાંથી રોજ પોઝિટિવ આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments