- Advertisement -
ગાંધીનગર: ગુજરાત સરકારનો ખાનગી કંપનીઓ પ્રત્યેનો અગાધ પ્રેમ તેની વીજળી ખરીદીમાં ઝળકી આવ્યો. છેલ્લાં વર્ષોમાં સરકારે 120 મેગાવોટની ક્ષમતા ધરાવતાં ચાર પાવર પ્લાન્ટ બંધ કરી દીધાં. તેની સામે સસ્તી વીજળી મળે છે તેમ જણાવી અદાણી સહિતની ખાનગી કંપનીઓને યેનકેન પ્રકારેણ વીજળીના દરોમાં વધારો આપી હજારો કરોડનો નફો રળાવી દીધો.
ગુજરાત સરકારે વીજળીનો ભાવ વધારી આપ્યો હતો: સૌરભ પટેલ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના જવાબમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે લેખિતમાં આપેલાં જવાબમાં એવી પણ વિગતો સાંપડી કે 2007માં અદાણી, ટાટા અને એસ્સાર પાસેથી વીજળી ખરીદવાના કરારો થયાં હતાં ત્યારે જે ભાવ હતાં તેની સામે કંપનીઓ પર વધેલાં કરબોજને કારણે ગુજરાત સરકારે વીજળીનો ભાવ વધારી આપ્યો હતો