Friday, September 17, 2021
Homeગાંધીનગર : કોરોણાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કરાશે સીરો સર્વે
Array

ગાંધીનગર : કોરોણાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કરાશે સીરો સર્વે

ગાંધીનગર જિલ્લામાં કોરોનાની બીજી ઘાતકી લહેરમાં કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ અને કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે માટે આગામી સપ્તાહમાં સીરો સર્વે હાથ ધરી જિલ્લામાંથી 100 કસ્ટરમાંથી 3400 સેમ્પલ લેવામાં આવનાર છે. આ સમગ્ર સર્વે આવનારી સંભવિત ત્રીજી લહેર સામેની લડાઈના ભાગરૂપે કરવામાં આવશે.

ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન આ વર્ષે માર્ચ-એપ્રિલમાં કોરોનાના કેસ ખુબ મોટી સંખ્યામાં નોંધાયા હતા.મે મહિનાની શરૂઆતથી કેસની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ સીરો સર્વે હાથ ધરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

સીરો સર્વે તરીકે ઓળખાતા આ સર્વેમાં કોરોના સંક્રમિત થયેલા લોકો સાજા થાય એ પછી કેટલા લોકોમાં કેટલા સમય બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે એ અંગેનુ તારણ કાઢવામાં આવતુ હોય છે. જે અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લામાં કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલોપ થઈ ચૂકી છે અને કેટલા લોકો ઝડપી સાજા થયા સહિતની વિગતો સીરો સર્વે દ્વારા મેળવવામાં આવશે.

જેનાં પગલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કલસ્ટર બનાવી સર્વે કરવામાં આવશે. જેમાં શહેર જિલ્લામાંથી 50-50 કલસ્ટર થકી જુદી જુદી વયના 3400 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે. જે માટે કોર્પોરેશન તેમજ જિલ્લા આરોગ્ય કર્મચારીઓને તાલીમ પણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ તાલીમમાં કર્મચારીઓએ કેવી રીતે સેમ્પલ લેવા તેમજ તેની સાચવણી અંગેની સમજ આપવામાં આવશે. આગામી 10 ઓગસ્ટ સુધી તાલીમ આપવામાં આવશે એ પછી 11 થી 20 ઓગસ્ટ સુધી સીરો સર્વે કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડનાં અંદાજીત 7 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જે પૈકી 20 હજાર જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સરકારી દફતરે નોંધાયું છે. વાઈરસનાં સંપર્કમાં આવેલા લોકો તેમજ કયા વય જુથના લોકો સૌથી વધુ સંક્રમિત થાય છે તે જાણવા પણ સર્વે કરાશે. જેમાં 5 થી 8 વર્ષનાં બાળકો, તેમજ 9 થી 18 વયના અને 18 વયથી ઉપરની વય ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવશે. જેને લેબોરેટરીમાં મોકલી આપી ઓગસ્ટના અંતમાં રિપોર્ટ જાહેર કરાશે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સમગ્ર દેશમાં સીરો સર્વે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે તે સમયે સરકાર પાસે ચાઈનીઝ કીટ ઉપલબ્ધ હતી. અને આ કીટની ગુણવત્તા નબળી હોવાથી સર્વેમાં સાચા આંકડા આવવાની સંભાવના નહિવત દેખાતી હતી. ત્યારે સરકાર દ્વારા આ સર્વે માંડી વાળવામાં આવ્યો હતો. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સ્વદેશી કીટ તૈયાર કરાતા હવે અમદાવાદ પછી ગાંધીનગરમાં પણ સીરો સર્વે હાથ ધરવામાં આવશે.

આ અંગે કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરમાં કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ તે માટે સીરો સર્વે કરવામાં આવશે. શહેરી વિસ્તારમાંથી 1800 લોકોના સેમ્પલ લેવામાં આવશે. જ્યારે અન્ય સેમ્પલ ગ્રામ્ય વિસ્તારમાંથી લેવામાં આવશે. જે માટે આજથી 40 જેટલા આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments