Tuesday, March 19, 2024
Homeગાંધીનગર ગાંધીનગર : સો. મીડિયામાં બાળક-બાળકીનો ગુપ્ત ભાગ દર્શાવતો ફોટો વાયરલ કરવો યુવકને...

ગાંધીનગર : સો. મીડિયામાં બાળક-બાળકીનો ગુપ્ત ભાગ દર્શાવતો ફોટો વાયરલ કરવો યુવકને ભારે પડ્યો

- Advertisement -

આશરે દોઢેક વર્ષ અગાઉ ફેસબુક પર બાળક અને બાળકીનાં ગુપ્ત ભાગ દર્શાવતો કામોત્તેજક ફોટો વાયરલ કરનાર હિંમતનગરના 45 વર્ષીય ઈસમની ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજકાલ સોશિયલ મીડિયામાં અશ્લીલ ફોટા અને વીડિઓનું આદાનપ્રદાન કરી લોકો વિકૃત આનંદ મેળવતા હોય છે. એમાંય વળી નાના બાળકોના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા ગુનો બનતો હોવા છતાં કેટલાક ઈસમો વિકૃત આંનદ મેળવવા સોશિયલ મીડિયામાં વીડિઓ-ફોટો અપલોડ કરતા રહે છે.

ચાઇલ્ડ પોર્નગ્રાફિ એક્ટ હેઠળ આવા ઈસમોને ઝડપી લેવા સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે ગત. તા. 15/06/2020ના રોજ ફેસબુકનાં માધ્યમથી એક બાળકી અને બાળકનાં ગુપ્ત ભાગો દર્શાવી આલિંગનમાં ઉભા રહેલો કામોત્તેજક ફોટો વાયરલ થયો હતો.

ફોટો વાયરલ થતાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જે ફેસબુક આઈડી પરથી ફોટો વાયરલ થયેલો તે આઈડીને એક્સપર્ટની મદદથી શોધી કાઢવામાં આવ્યું હતું. જેમાં ભરત રાજપાલ નામના ફેસબુક આઈડીથી મોબાઇલ મારફતે વાયરલ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી ટેકનિકલ રીતે આઈડીનું પગેરૂ શોધી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઇલ નંબર શોધી કાઢવામાં આવ્યો હતો અને તે મોબાઇલ હિંમતનગરના સહકાર કોલોની સામે આંબાવાડીમાં રહેતા 45 વર્ષીય ભરત ગોરલદાસ રાજપાલ વાપરતો હોવાનું પ્રસ્થાપિત થયું હતું.

આરોપી ભરત રાજપાલની ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ પીએલ વાઘેલાએ ધરપકડ કરી પૂછતાંછ શરૂ કરી હતી. ત્યારે દોઢેક વર્ષ અગાઉ આવો એક વીડિયો જોયો હતો. જે વીડિઓનો ફોટો હોવાની કબૂલાત કરી હતી. આથી સાયબર ક્રાઇમ પોલીસે ભરત રાજપાલ વિરુદ્ધ આઇપીસી કલમ 292 તેમજ આઈ ટી એક્ટ 67B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular