Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : તલોદ તાલુકા પંચાયતમા સ્વચ્છતા અભીયાનના લીરે લીરા
Array

ગાંધીનગર : તલોદ તાલુકા પંચાયતમા સ્વચ્છતા અભીયાનના લીરે લીરા

તલોદ તાલુકા પંચાયતના સંડાસ અને શૌચાલય ઘણા સમયથી સાફસુફી નહી થતા અહીયા માથુ ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે તાલુકા પંચાયત કચેરીની અંદર જ આ શૌચાલય આવેલુ હોવાથી અસંખ્ય અરજદારો પરેશાનીનો સામનો કરે છે.

 

તલોદ તાલુકા પંચાયતનો વહીવટ દીનપ્રતિદીન ખાડામા જઈ રહ્યો હોય તેવી આ કચેરીની મુલાકાત લેતા દેખાઈ આવે છે. આ તાલુકા પંચાયત કચેરીમા પુરૂષો અને મહિલાઓ એક જ જગ્યાએ અલગ અલગ સંડાસ અને શૌચાલયો બનાવેલા છે. અને આ સંડાસ અને શૌચાલય જોતા આવાક બની જવાય તેવી હાલત દેખાઈ રહી છે. હાલમા આ શૌચાલય શોભાના ગાંઠીયા જેવુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અંદર સંડાસ ગયા પછી સાફસુફી કરવામા નહી આવતા અને અંદર ગંદકીનુ સામ્રાજ્ય એટલુ બધુ વધી ગયુ છે કે ન પુછો વાત. પુરૂષો અને મહિલાના બંને સંડાસ અને શૌચાલય જાણે કે સ્વચ્છતા અભીયાનના માહિતી આપવા માટે મુક્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. તલોદ તાલુકા પંચાયત કચેરીના દરરોજના અસંખ્ય અરજદારો પોતાના નાના મોટા કામો લઈને આવતા હોય છે ત્યારે આ શૌચાલય જોઈને જ ભડકી જાય છે. તાલુકા પંચાયત કચેરીની બહાર જે શૌચાલય બનાવવામા આવ્યુ છે તેમા પણ સાફસુફી થતી નથી. આ તાલુકા પંચાયત કચેરીમા કેટલાક અરજદારોએ અમારા પ્રતિનિધિને જણાવ્યુ હતુ કે આ કચેરીની મહીલાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી મહિલાઓને શૌચાલયમા જવાનુ થાય તો બીતા બીતા કચેરીની પાછળની સાઈડે  જાય છે તેવી પરીસ્થિતીનુ નીર્માણ થયુ છે. તેમ છતા આજ દીન સુધી તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામા આવી નથી. આ કચેરીના અધિકારીઓને શુ આ દેખાતુ નહી હોય કે પછી હોતા હે ચલતા હે ની નીતી ચાલી રહી છે. આ કચેરીના ચુંટાયેલા પ્રમુખશ્રીનુ શૌચાલય પણ સાફસુફીનો અભાવ અને ગંદકીના થર જામી ગયા છે. તો કહેવાતા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમા જ દીવા નીચે અંધારુ હોય તો પછી તાલુકાની વાત ક્યા કરવાની રહી. સરકાર સ્વચ્છતા અભીયાન માટે લાખો રૂપીયાની ગ્રાંટો ફાળવે છે. તો આ ગ્રાંટોનો ઉપયોગ ક્યા થાય છે. આ તાલુકાના પંચાયતના અધિકારીઓ અને ચુંટાયેલા તાલુકા પંચાયતા પ્રતિનિધિઓ શુ બાબતે સ્વચ્છતા અભીયાનના લીરે લીરા ઉડી રહ્યા છે તેના માટે આયોજન કરશે કે પછી તેરી બી ચુપ અને મેરી ચુપ જેવો માહોલ તો નહી સર્જાય ને તેવુ કેટલાક સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આજે અમારા પ્રતિનિધિએ આ સંડાસ અને શૌચાલયની રૂબરૂ મુલાકાત લેતા કેટલાક સ્થાનિક અધિકારીઓ અહીયા આવતા પોતાના સ્વ બચાવ માટે દલીલો કરતા જોવા મળ્યા હતા. તો જિલ્લાના અધિકારીઓ સ્વચ્છતા અભીયાનની જ્યારે વાતો કરી રહ્યા છે ત્યારે આ તાલુકા પંચાયત કચેરીની સ્વચ્છતા અભીયનના લીરેલીરા ઉડતા દેખાઈ રહ્યા છે.

બાઈટ : જશુભાઈ ઈન્ચાર્જ નાયબ  તાલુકા વિકાસ અધિકારી તલોદ

 

  • તલોદ તાલુકા પંચાયત કચેરીની અંદર સંડાસ અને શૌચાલય ક્યારેય સાફસુફી થતા નથી
  • પુરૂષો અને મહિલાઓના અલગ શૌચાલય હોવા છતા બંને શૌચાલયો ભંગાર હાલતામા હતા અંદર સોસક્રીયા ચાલુ હોવાથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે
  • તાલુકાના મહિલા કર્મચારીઓ અને આંગણવાડી બહેનો જ્યારે મીટીંગ હોય ત્યારે શૌચાલય જવા માટે બીતા બીતા આ કચેરીની પાછળ જાય છે આ છે તાલુકા પંચાયતનો વહીવટ
  • તાલુકા પંચાયત પ્રમુખનુ શૌચાલય પણ દુર્ગંધ મારે છે
  • તાલુકા પંચાયત કચેરી આગળ એક શૌચાલય બનાવવામા આવ્યુ છે ત્યા પણ ગંદકી અને માથુ ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે
  • સરકારે સ્વચ્છતા અભીયાન માટે લાકો કરોડો રૂપીયા તાલુકા પંચાયતના વિકાસ માટે આપે છે તો આ તલોદ તાલુકા પંચાયતા કચેરીમા સરકારની ગ્રાંટનો ક્યાય ઉપયોગ થતો હોય તેવુ દેખાતુ નથી
  • કહેવાતી તાલુકાની મુખ્ય કચેરીમા જ દીવા નીચે અંધારુ તો પછી તાલુકાના ગ્રામપંચાયતની સ્વચ્છતા અભીયાનની વાતો ક્યા કરવાની રહી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments