ગાંધીનગર : શોર્ટ ફિલ્મ ‘બૂમરેંગ’ને બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી કરવામાં આવી

0
3

ગાંધીનગરના ઓરેન્જ ફેમ પ્રોડકશન બેનર હેઠળ બનેલી શોર્ટ ફિલ્મ ‘બૂમરેંગ’ને બે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી કરવામાં આવી છે. યુકેના બંકિમશાયરના પાઈનવૂડ સ્ટુડિયોના યુકે ફિલ્મ ફેસ્ટિવલ તથા યુકેનાં ધ લિફ્ટ ઓફ ઓફ સેશનમાં નોમિનેશન થયું છે.

આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર રાહુલ વાણિયાની પ્રથમ શોર્ટ ફિલ્મ ‘બૂમરેંગ’માં કંજૂસયુક્ત સ્વભાવને કારણે જીવનમાં પડતી મુશ્કેલીઓ આવરી લેતી વાર્તા રજુ કરાઈ છે. જેમાં કંજુશ કરોડીમલનું પાત્ર ગાંધીનગરના કલાકાર અખ્તર સૈયદે ભજવ્યું છે તેમજ અન્ય પાત્રોમાં ગીતાંજલી, વાજપાઇ ભીખુભાઈ પંચાલ, અતુલ લાખાણી, નીરવ પરમાર, રુશિ પટેલ તથા ક્રિષ્ના જોશીનો સમાવેશ થાય છે.

મુંબઈના પ્રોડક્શનની જવાબદારી સંદીપ સોલંકી અને અભિષેક ત્રિવેદી દ્વારા સંભાળવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2009માં ધોળકા તાલુકામાં કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય પાત્રના ઘરના અંદરના દ્રશ્યો માણસા તાલુકાના ચરાડા ખાતે શૂટ કરાયા હતા. જ્યારે કેટલાક દ્રશ્યો રાજસ્થાનના ઉદયપુર શહેરમાં લેવાયા હતા. ‘બૂમરેંગ ફિલ્મને આંતરરાષ્ટ્રીયકક્ષાએ બે નોમિનેશન મળતા કલાકાર-કસબીઓમાં આનંદ સાથે ઉત્સાહની લાગણી વ્યાપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here