ગાંધીનગર : પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ મેળવવા માટે અરજદારોની લાંબી કતારો થઈ

0
54

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સરગાસણ, વાવોલ તેમજ પેથાપુરમા 2100 આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આ યોજનાના આવાસ મેળવવા માટેનાં ફોર્મ જાહેર કરવામાં આવ્યા હતાં. ત્યારે ગુડાએ નક્કી કરેલ સેન્ટરો પર ફોર્મ વિતરણ શરૂ થતા આજ સવારથી જ અરજદારોની લાંબી લાઈન લાગી ગઈ હતી. અરજદારોએ ફોર્મ લઇને જરૂરી પુરાવા સાથે 31મી મે સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

આવાસના નિર્માણ પાછળ રૂપિયા 128.62 કરોડનો ખર્ચ કરવામાં આવશે

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નગર રચના યોજના અન્વયે અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. ગુડા દ્વારા ઓછી આવક ધરાવતા વર્ગને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુડાની વિવિધ નગર રચના યોજના હેઠળ સરગાસણ, વાવોલ, પેથાપુરમાં કુલ 2100 આવાસના નિર્માણ પાછળ રૂપિયા 128.62 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્યારે આર્થિક રીતે નબળાં વર્ગના લોકો માટે સરગાસણ, પેથાપુર જેવા વિકસિત વિસ્તારમાં આવાસો માટેના ફોર્મ વિતરણનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.

22મી માર્ચે રાયસણ ટીપી 19 સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર(ગુડા હોલ) તેમજ રાયસણની એક્સિસ બેંકમાંથી ફોર્મનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે

જેના માટે ગુડા દ્વારા ગાંધીનગરના સેક્ટર 17 માં આવેલ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સેક્ટર 21 મી એક્સિસ અને ઇન્ડિયન બેંક, કુડાસણના ટીપી 6 ગુડા ગાર્ડન અને કુડાસણની આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેંક ખાતે આજે 20મી માર્ચે સવારે અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય આવતીકાલે 22મી માર્ચે રાયસણ ટીપી 19 સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર(ગુડા હોલ) તેમજ રાયસણની એક્સિસ બેંકમાંથી ફોર્મનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અરજદારોએ ફોર્મ વિતરણ કેન્દ્રો પર લાંબી લાઈન લગાવી દીધી હતી

કોરોના ગાઇડલાઇન મુજબ ઉપરોક્ત તમામ કેન્દ્રો પર ગુડા દ્વારા અરજદારોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ પાલન ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યું હતું. આજથી ફોર્મ વિતરણની કામગીરી શરૂ થતા ફોર્મ મેળવવા માટે અરજદારોએ ફોર્મ વિતરણ કેન્દ્રો પર લાંબી લાઈન લગાવી દીધી હતી. અરજદારોની અરજી આવ્યા બાદ ગુડા દ્વારાતમામ ફોર્મની સ્ક્રુટિની કરવામાં આવશે. અને ત્યારબાદ બાકી રહેલા ફોર્મમાંથી અરજદારોની અરજીનો ડ્રો કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here