Saturday, September 18, 2021
Homeગાંધીનગર ગાંધીનગર : દારૂના નશામાં બિભત્સ ચેન ચાળા કરતા અમદાવાદના ત્રણ નબીરા ઝડપાયા

ગાંધીનગર : દારૂના નશામાં બિભત્સ ચેન ચાળા કરતા અમદાવાદના ત્રણ નબીરા ઝડપાયા

ગાંધીનગરના સેકટર-10 મીના બજારમાં મોંઘીદાટ કારના દરવાજા ખૂલ્લા રાખી દારૂના નશામાં બિભત્સ ચેનચાળા કરી લવારીઓ કરતા અમદાવાદનાં ત્રણ નબીરાને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઈ રૂ. 1.20 લાખની કિંમતના ત્રણ આઈ ફોન જપ્ત કરી મોંઘીદાટ કાર ડ્રાઇવરને પરત કરી સેક્ટર 7 પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના પગલે આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે. જેનાં પગલે પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને દેશી વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી લેવામાં આવી રહ્યા છે. એવામાં સેક્ટર-7 પીઆઈ ડી.એચ ચૌધરીની સૂચનાથી સ્ટાફના માણસો ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, સેકટર 10 મીના બજાર વિસ્તારમાં ફોર્ડ એન્ડેવર કારમાં ચાર ઈસમો કારના દરવાજા ખૂલ્લા રાખી દારૂના નશામાં બિભત્સ ચેનચાળા કરી રહ્યા છે. જેનાં પગલે પોલીસ ટીમ તુરંત બાતમી વાળી જગ્યાએ દોડી ગઈ હતી. જ્યાં ત્રણ ઈસમો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બિભત્સ વર્તન કરતા મળી આવ્યા હતા.

જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રૂશાંઘ કમલેશભાઈ પટેલ( રહે પુષ્પવન એપાર્ટમેન્ટ બોડકદેવ), હાર્દિક હસમુખભાઈ પટેલ (રહે. સત્વ શારદા હરિ દર્શન ક્રોસ રોડ, નરોડા) તેમજ ઝલક પ્રવિણભાઈ કપો પરા (લાઈન – 2, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાછળ) હોવાની કબૂલાત કરી હતી. જેમની પાસેથી પોલીસે રૂ.1.20 લાખની કિંમતના ત્રણ આઈ ફોન જપ્ત કર્યા હતા. જ્યારે કારનો ડ્રાઇવર લવ મૂકેશભાઇ નાથાણી (રહે. ઈશવી સ્વરાજ સ્પોર્ટ્સ લિવિંગ, ગોતા, જગતપૂર) દારૂ પીધો ન હોવાથી પોલીસે કારનો કબ્જો તેને સોંપી દીધો હતો અને ઉક્ત ત્રણેય નબીરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments