ગાંધીનગર : કોરોના રસીકરણ માટે જનજાગૃતિ કેળવવા ટ્રાફીક પોલીસ મેદાનમાં ઉતરિયુ

0
10

ગાંધીનગરમાં કોરોના કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે ત્યારે ગાંધીનાગરમાં જે રીતે લોકો ઠેર ઠેર સોશ્યિલ ડિસ્ટનસીના ધજાગરા ઉડાવી રહ્યાં તે જોતાં આગામી દિવસોમાં શહેરમાં સ્થિતિ વધુને વધુ વકરે તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે ગાંધીનગર ટ્રાફિક પોલીસ ધ્વારા હવે ટ્રાફિકના નિયમનની સાથે લોકોમાં કોરોના પ્રત્યે જન જાગૃતિ કેલવાય અને વધુમા વધુ લોકો કોરોના રસી લે તે માટે ગાંધીનગરની જાહેર જ્ગ્યાઓ પર માઇક મારફતે માર્ગદર્શન પૂરું પાડી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યોં છે.

લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ, સેનાના જવાનો અને મેડિકલ સ્ટાફ ખડેપગે ઉભા હતાં. આવામાં પોલીસકર્મીઓ પોતાના પરિવાર કરતા દેશ અને દેશની પ્રજાને વધારે મહત્વ આપી રહ્યા છે. દેશ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા માટે સતત પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. કોરોનાનો ખતરો વધે નહીં તે માટે રાત દિવસ પોલીસ સહિત મેડિકલ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાંના ફેલાય તે માટે પોલીસના જવાનો સતર્ક છે અને પુરી નિષ્ઠાથી પોતાની ડ્યુટી કરી રહ્યા છે.

જાહેર જ્ગ્યાઓ પર માઇક મારફતે માર્ગદર્શન પૂરું પાડી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
જાહેર જ્ગ્યાઓ પર માઇક મારફતે માર્ગદર્શન પૂરું પાડી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર પુવાર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો
સતત પોલીસ દ્વારા વિવિધ રીતે વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકવાના બદલે ઘરે રહે અને સુરક્ષિત રહે. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ ગાંધીનગરમાં કોરોનાં કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે અને શહેરમાં પણ લોકો બિન્દાસ રીતે ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી પગલા લઇ વધુમાં વધુ લોકો વહેલી તકે કોરોનાની રસી મુકાવે તેવા પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે. શહેરમા સતત વધી રહેલા કોરોના કેસના પગલે અને લોકોમાં કોરોના રસી પ્રત્યે જન જાગૃતિ કેળવાય તે માટે ગાંધીનગર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર પુવાર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક વિતરણ હેન્ડ સેનિટાઈઝર તેમજ ગરીબોને ભોજન પૂરું ઉપાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

જ્યારે ફરી કોરોના ગાંધીનગરમાં માથું ઊચકી રહ્યો છે ત્યારે ગાંધીનગર પોલીસની સાથે પોલીસ ટ્રાફિક પોલીસ પણ સક્રિય કામગીરી માટે કામે લાગી ગઈ છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના રસીકરણના અભિયાન વેગવતું કરી દેવાયું છે પણ તેને જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી જેના પગલે હવે પોલીસને મેદાને આવવાની ફરજ પડી છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીઆઈ પુવારની ટીમદ્વારા ગાંધીનગરના વિસ્તારોમાં માસ્ક વિના ફરતા લોકોને હવે દંડની જ્ગ્યાએ માસ્ક આપી કોરોનાના જોખમો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ગાંધીનગરના ભીડભાડ વાળા જાહેર સ્થળો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા માઇક ઉપર કોરોના સંક્રમણ ન વધે તે માટે વહેલામાં વહેલી તકે કોરોના રસી લેવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં ટ્રાફીકના નિયમન કરતી ટ્રાફિક પોલીસ હવે કોરોના રસી લેવા માટે વધુમાં વધુ લોકો પ્રેરાય તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા નગરજનો ઘ્વારા પણ ટ્રાફિક ની કામગીરી બિરદાવવામાં આવી રહી છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here