ગાંધીનગર : વનવાસી શબ્દોના ઉપયોગ સામે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો

0
5

રાજ્ય સરકારની યોજનાઓમાં આદિવાસીઓ માટે વનબંધુ અને વનવાસી શબ્દોના ઉપયોગ સામે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો અને સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અનીલ જોશીયારાએ કહ્યું કે વનવાસીનો અર્થ જંગલી થાય છે એનો અમને વાંધો છે. અમે આદિવાસી એટલે આ દેશના માલિક છીએ. સરકાર આ પ્રકારના નામો આપીને આદિવાસીઓને ભરમાવે છે. આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જવાબ આપતા કહ્યું કે 1976માં કોંગ્રેસની સરકારે વન વિકાસ નિગમ બનાવ્યું તેમાં પણ વનવાસી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.રામચરિત માનસ અને રામાયણમાં પણ વનવાસી શબ્દનો ઉલ્લેખ છે.

જુદા નામને કારણે જાતિના પ્રમાણપત્રમાં મુશ્કેલી પડે છે
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે કહ્યું કે સરકાર યોજનાઓમાં જુદા જુદા નામ આપે છે તેને કારણે આદિવાસી સમાજના લોકોને જાતિનો દાખલો કઢાવવો હોય તેમાં પણ આદિવાસી શબ્દ લખવાને બદલે આ પ્રકારના નામો હોય છે જેથી જાતિનો દાખલો કઢાવવામાં મુશ્કેલી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here