ગાંધીનગર : 80 વર્ષના વૃદ્ધાનાં આધારકાર્ડમાં 42 વર્ષની ઉંમર દર્શાવી દીધી હોવાથી મુશ્કેલી

0
6

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને covid ગાઇડલાઇન મુજબ જિલ્લાના 114 કેન્દ્ર પરથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે 80 વર્ષના વૃદ્ધાનાં આધારકાર્ડમાં 42 વર્ષની ઉંમર દર્શાવી દીધી હોવાથી નઘરોળ તંત્રની લાલીયાવાડીના કારણે આજે ગાંધીનગરના પીપળજ મુકામે રહેતા વૃદ્ધાને રસી આપ્યા વિના જ પીપળજ પીએચસી સેન્ટર દ્વારા ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા.

રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો સંક્રમણ વધી જતા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પ્રથમ તબક્કે કોરોના વોરિયર્સ ડોક્ટરો તેમજ હોસ્પિટલના સ્ટાફને રસી આપવાની શરૂઆત કરાઈ હતી ત્યારબાદ પોલીસ હોમગાર્ડના જવાનો, મહેસૂલ તેમજ અન્ય સરકારી વિભાગના અધિકારી અને કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી હતી. જ્યારે 60 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ ને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કોરોના ના કેસો વધતા આરોગ્ય તંત્ર સફાળો જાગી ને રસીકરણનો વ્યાપ વધારવાની કામગીરીમાં જોતરાઈ ગયો છે.

પીપળજ PHC સેન્ટરે વૃદ્ધાને ઘરે મોકલી દીધા હોવાનો આક્ષેપ
પીપળજ PHC સેન્ટરે વૃદ્ધાને ઘરે મોકલી દીધા હોવાનો આક્ષેપ

જિલ્લામાં અત્યાર સુધી 60 વર્ષથી વધુ ઉંમરવાળા કુલ 16557 લોકોએ રસી લઇ લીધી છે તેમજ જિલ્લામાં 45 થી 59 વર્ષની વય જૂથમાં કિડની, ડાયાબિટિસ સહિતની ગંભીર બીમારી ધરાવતા કુલ 3469 લોકોએ પણ કોરોના ની રસી મુકાવી દીધી છે. તદુપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય અને આયુષ્માન યોજના હેઠળની કુલ 10 ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયાનો ચાર્જ લઇને પણ રસી મૂકવામાં આવી રહી છે ગાંધીનગર જિલ્લામાં બુધવાર રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાયના તમામ દિવસોએ તમામ કેન્દ્રો પરથી કોરોના ની રસી મુકવામાં આવી રહી છે ત્યારે આજે ગાંધીનગરના પીપળજ પીએચસી સેન્ટર ખાતે કોરોના ની રસી લેવા ગયેલા વૃદ્ધાને નઘરોળ તંત્ર નો કડવો અનુભવ થવા પામ્યો હતો.

તંત્રની લાલિયાવાડીના કારણે આધારકાર્ડમાં ખોટી જન્મ તારીખ દર્શાવી
તંત્રની લાલિયાવાડીના કારણે આધારકાર્ડમાં ખોટી જન્મ તારીખ દર્શાવી

ગાંધીનગરના પીપળજ ગામે રહેતા આશરે 80 વર્ષિય વૃદ્ધા કમળાબા સતુજી વાઘેલા કોરોના ની રસી લેવા માટે ગામના પીએચસી સેન્ટર ગયા હતા. ઔપચારિક પ્રક્રિયાના ભાગ રૂપે પીએચસી સેન્ટર ના કર્મચારીએ તેમના આધાર કાર્ડની ચકાસણી કરી હતી જેમાં આધાર કાર્ડ પર કમળામાં વાઘેલાની જન્મ તારીખ 01/01/1978 દર્શાવી હતી જેથી આધાર કાર્ડ મુજબ હાલમાં તેમની ઉંમર 42 વર્ષ હોવાનું તારણ નીકળ્યું હતું બીજી તરફ covid ની ગાઈડલાઈન મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને જ રસી આપવામાં આવી રહી હોવાનું જણાવી સેન્ટર ના કર્મચારીઓ એ વૃદ્ધાને રસી આપવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્યારે વૃદ્ધાએ પોતાની ઉંમર 80 વર્ષ હોવાનું કહી તંત્રની ભૂલના કારણે તેમના આધારકાર્ડ માં ખોટી જન્મ તારીખ લખી દેવામાં આવી હોવાની રજૂઆત પણ કરી હતી જોકે covid ગાઇડલાઇન મુજબ જ કામગીરી કરનાર પીએચસી સેન્ટર દ્વારા વૃદ્ધાને આધાર કાર્ડ માં સુધારો કરી લાવ્યા પછી જ રસી મુકવા માં આવશે તેવું કઈ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે નઘરોળ તંત્રની લાલિયાવાડી ના કારણે આધારકાર્ડ માં ખોટી જન્મ તારીખ દર્શાવી હોવાના લીધે વૃદ્ધાને રસી લેવાથી વંચિત રહેવાની નોબત આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here