Saturday, September 18, 2021
Homeગાંધીનગર : સરકારી-અર્ધસરકારી સંસ્થાઓને ભરતી પ્રક્રિયા ઝડપી કરવા તાકીદ
Array

ગાંધીનગર : સરકારી-અર્ધસરકારી સંસ્થાઓને ભરતી પ્રક્રિયા ઝડપી કરવા તાકીદ

રાજ્ય સરકાર રૂપાણી સરકારનાં 5 વર્ષ પૂરાં થવાની ઉજવણી કરશે. આ ઉજવણીના ભાગરૂપે 6 ઓગસ્ટે રોજગાર દિનની ઉજવણી કરીને 50 હજારને નોકરી આપવાનું લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંક પૂરો કરવા સરકારી, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી અર્ધ સરકારી સંસ્થાઓમાં અટવાયેલી ભરતી તાત્કાલિક પૂરી કરવાની તાકીદ કરાઈ છે. રાજ્ય સરકાર તેનાં 5 વર્ષની ઉપલબ્ધિની ઉજવણીના ભાગરૂપે રોજગાર મેળો યોજશે. રોજગાર મેળામાં સરકારે બે પાંદડે રોજગારી આપી તેવું દેખાય તેટલા માટે 50 હજાર ઉમેદવારોને નોકરી આપવાના અપોઇમેન્ટ લેટર આપવાનો તખતો તૈયાર થઈ રહ્યો છે.

રાજ્ય સરકારે 50 હજાર સરકારી રોજગારી તો આપી નથી તો આ ટાર્ગેટને પૂરો કઈ રીતે કરવો તે પ્રશ્ન સરકાર માટે છે. આ માટે સરકારી, અર્ધસરકારી, ખાનગી, કોન્ટ્રાક્ટથી જે રીતે ભરતી થાય તે બધાને વિવિધ શહેરોમાં એકઠા કરીને રોજગાર મેળા યોજવામાં આવશે. રાજ્ય સરકારે 50 હજાર સરકારી રોજગારી તો આપી નથી તો આ ટાર્ગેટને પૂરો કરવો તે સરકાર માટે પ્રશ્ન છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 50 હજારનો ટાર્ગેટ પૂરો કરવા સરકારી ભરતીમાં અત્યારે જે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે કે, ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને ઝડપી બનાવવાનો આદેશ કરીને રોજગાર મેળામાં ઉમેદવારોને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે તેવું આયોજન કરવાની તાકીદ કરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો, સરકારના વિવિધ બોર્ડ, નિગમ, કોર્પોરેશન, નગરપાલિકા, વિવિધ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી કંપનીઓ સહિતના વિભાગોએ પણ તાત્કાલિક નિમણૂક પ્રક્રિયા પૂરી કરવાની કામગીરી હાથ ધરી દીધી છે.

આ રીતે સરકારી નોકરીઓ 15 હજાર પૂરી થાય તો 50 હજારનો ટાર્ગેટ પૂરો કરવાનો તખતો તૈયાર થઈ રહ્યો હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. સરકાર-અર્ધસરકારીમાં જે નિયમિત રીતે ભરવાની જગ્યા થતી હતી તેનો પણ લક્ષ્યાંકમાં સમાવેશ કરીને સરકાર 50 હજારનો ટાર્ગેટ પૂરો કરવા ઉતાવળી બની છે.

4 મહિનામાં 55226ને નોકરી : દિલીપ ઠાકોર

રાજ્ય સરકારે કોરોનાકાળ દરમિયાન પણ નોકરી આપવાનું ચાલુ રાખ્યું હતંુ તેમ મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એપ્રિલથી 25મી જુલાઈ,2021 એમ 4 મહિનાના સમયગાળામાં સરકારે 55226 ઉમેદવારોને નોકરી આપી છે. આ પૈકી 27257 ઉમેદવારોને ઓનલાઇન ભરતીથી ખાનગી સહિતના ક્ષેત્રમાં નોકરી આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments