ગાંધીનગર : દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે?; ૧૭મી માર્ચે સામાન્ય સભા યોજાશે

0
35

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતની ચૂંટણી અને મતદાન પૂર્ણ થતા હવે દહેગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ કોણ બનશે? તેની અટકરો ચાલુ થઈ જવા પામી છે. તેવા સમયે દહેગામ તાલુકા પંચાયતમાં ૨૮માંથી ૧૬ બેઠકો ભાજપે કબજે કરી છે, અને ૧૨ બેઠકો કોંગ્રેસના હાથમાં છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી ૧૭મી માર્ચે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે તેમાં કોન પ્રમુખ અને કોણ ઉપપ્રમુખ બનશે?તેના માટે હાલમાં ભાજપ પક્ષ તરફથી પૂર્વ તૈયારીઓનો દોર ચાલુ થઈ જવા પામે છે.

આ સામાન્ય સભામાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળશે અને કડક પોલીસ બંદોબસ્ત સાથે આ સભાનું આયોજન કરવામાં આવશે. આમ હવે ૧૭મી માર્ચ આવવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કોણ તૈયાર થશે? જેના માટે 17 તારીખે તેનો ફેંસલો આવી જશે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here