Monday, October 25, 2021
Homeગાંધીનગર : યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે ગુનો...
Array

ગાંધીનગર : યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના લેકાવાડા ગામે રહેતા 40 વર્ષિય યુવકે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર બોર કૂવાની બોરડીના ઝાડ પર નાયલોનની દોરી વડે લટકી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ અંગે ગાંધીનગર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અખિલ ભુપતસિંહ. વાઘેલા લેકાવાડા મુકામે પરિવારજનો સાથે રહે છે જેમના લગ્ન 16 વર્ષ અગાઉ થયા હતા. લગ્નજીવનના થોડા ટાઈમ બાદ દંપતી વચ્ચે અવારનવાર નાનીમોટી બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા.

ઘણીવાર પરિવારજનો સમાજના માણસો વચ્ચે પડીને દંપતી નું સમાધાન પણ કરતા હતા. તેમ છતાં દંપતી વચ્ચે ઝઘડા ચાલુ જ રહ્યા હતા. આખરે પત્ની પોતાની પુત્રીને લઈને તેમના પિયર રતનપુર રહેવા જતા રહ્યા હતા અને અખિલેશ વિરોધ દહેજ પ્રતિબંધક ધારા તેમજ ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. છેલ્લા દસ વર્ષથી પત્ની દીકરી સાથે પિયરમાં રહેતી હોય અખિલસિંહ મૂંઝવણ અનુભવતા હતા.

ગાંધીનગરના સેકટર 11 માં આવેલ રાધે કોમ્પ્લેકસની આઈ કેર નામની દુકાનમાં નોકરી કરી પેટીયુ રળતા અખિલસિંહ ગઈકાલે શુક્રવારે સાંજના સમયે પોતાના પિતા ભૂપતસિંહ માથુરસિંહ વાઘેલાના બોર કૂવા ઉપર ગયા હતા. જ્યાં બોરડીના ઝાડ સાથે નાયલોન દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે સાંજના સમયે અખિલ સિંહના કાકા ખેતરમાં ગયા હતા અને ખેતરના ભાગ્યા એ જણાવેલ કે અખિલસિંહ ખેતરમાં આવ્યા છે અને પરત ફર્યા નથી. જેથી તેઓએ બોર કૂવા ઉપર તપાસ કરતા અખિલસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં ફરજ પરના તબીબોએ અખિલસિંહને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ચિંલોંડા પોલીસને જાણ કરાતા હેંડ કોન્સ્ટેબલ જતીનભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને પોલીસે મૃતક અખિલ સિંહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી હતી. હાલમાં તેના પરિવારજનોની જરૂરી પૂછતાંછની તજવીજ હાથ ધરી યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારજનો મૃત યુવાનની પત્ની વિરુદ્ધ દુષ્પ્રેરણ ની ફરિયાદ ના દાખલ કરવા જણાવી રહ્યા છે પરંતુ ઝીણવટ પૂર્વક ની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments