ગાંધીનગર જિલ્લાના ડભોડા પાસે આવેલ મેદરા નર્મદા કેનાલમાથી પ્રેમી પંખીડાની તરતી લાશો મળી આવી.
ગાંધીનગર જિલ્લાના ડભોડા પાસે આવેલ મેદરા નર્મદા કેનાલમા ડભોડા ગામે રહેતો વિજય દીનેશજી ઠાકોર અને પ્રભુપુરા ગામે રહેતી કોઈ યુવતી સાથે પ્રેમનો સબંધ બંધાઈ જતા સાથે મરીશુ અને સાથે જીવીશુના કોલ લઈને આ બંને યુવક યુવતી તારીખ ૧૦ મી ના રોજ રાત્રે ઘરેથી નીકળી ગયા હતા. અને રાત્રે રાયપુર વીરાતલાવડી બ્રીજ ઉપર કેનાલની બાજુમા બાઈક, મોબાઈલ અને ચંપલ મુકીને આ બંને યુવક યુવતીએ કેનાલમા આપઘાત કર્યો હતો. ત્યારે સવારે બહીયલના તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ આદરી હતી. પરંતુ આ પ્રેમી પંખીડાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે ગઈ કાલે તારીખ ૧૨ મી ના રોજ આ બંને પ્રેમી પંખીડાની લાશો મેદરા કેનાલમા તરતી જોતા ડભોડા પોલીસને કોઈએ જાણ કરતા પોલીસ મેદરા કેનાલે લઈને આ પ્રેમી પંખીડાની લાશો બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામા આવી હતી.
- તારીખ ૧૦ મી જુલાઈના રાત્રે આ બંને પ્રેમી પંખીડા રાયપુર પાસે આવેલી વીરાતલાવડી બ્રીજ ઉપર બાઈક અને મોબાઈલ, ચંપલ મુકીને કેનાલમા આપઘાત કર્યો હતો
- ગઈ કાલે આ પ્રેમી પંખીડાની લાશો કેનાલમા તરતી દેખાઈ
- ડભોડા પોલીસે ઘટના સ્થળે જઈને આ લાશોને પીએમ માટે મોકલી આપવામા આવી
- આ પ્રેમી પંખીડાએ કોઈ અગમ્ય કારણોસર કરેલો આપઘાત
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર