ગાંધીનગરના ડભોડા પોલીસે ગોરવંટા ગામની સીમમા એક ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા ૩૩ ઈસમોની ધરપકડ કરી

0
0

ગાંધીનગર જિલ્લાના ગોરવંટાની સીમમા ડભોડા પોલીસે શ્રાવણીયો જુગાર રમતા ૩૩ ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રૂપીયા ૧૦.૨૩.૯૦૦ મુદ્દામાલ પકડી પાડ્યો  અને ૩૩ જુગારીયોની ધરપકડ કરી.

ગાંધીનગર જિલ્લામા આવેલ ડભોડા પોલીસના પીએસઆઈ બીએમ રાઠોડની કામગીરી સારી હોવાના કારણે અવાર નવાર જુગાર અને ઈંગલીશ દારૂ પકડી પાડી ડભોડા પોલીસ સ્ટેશનનુ નામ મોખરાનુ બનાવ્યુ છે ત્યારે આજે ડભોડા પીએસઆઈ અને તેમનો સ્ટાફ ગોરવંટા ગામની સીમમા આવેલ કલ્પેશભાઈ પ્રમુખભાઈ પટેલ અમદાવાદના ફાર્મ હાઉસ ઉપરથી શ્રાવણ માસનો જુગાર રમતા ૩૩ જેટલા જુગારીયાઓને પકડી પાડીને તેમની પાસેથી  મોબાઈલ નંગ ૩૨ અને રીક્ષા, બાઈક, એક્ટીવા, ઈનોવા ગાડી સાથે જુદા જુદા વાહનો પણ કબજે કરી રોકડ રકમ સહીત કુલ રૂપીયા ૧૦.૨૩.૯૦૦ નો મુદ્દામાલ ડભોડા પોલીસે કબજે કરી તેમની સામે જુગારધારાની કલમ દાખલ કરી આગળની કાર્યવાહી ડભોડાના પીએસઆઈ બીએમ રાઠોડ ચલાવી રહ્યા છે.

  • શ્રાવણ માસમા ડભોડા પોલીસે ઈંગલીશ દારૂ અને જુગારીયાઓને પકડી ડભોડા પોલીસ સ્ટેશનનુ નામ મોખરાનુ બનાવી દીધુ છે
  • આજે ગાંધીનગર જિલ્લાના ગોરવંટાગામની સીમમા એક ફાર્મ હાઉસ ઉપરથી શ્રાવણ માસનો જુગાર રમતા ૩૩ જેટલા જુગારીયાઓને પકડી પાડ્યા છે
  • ડભોડા પોલીસે આ ૩૩ ઈસમો પાસેથી રોકડ રકમ,રીક્ષા, બાઈક, એક્ટીવા, ઈનોવા ગાડી અને મોબાઈલ નંગ ૩૨ જપ્ત કર્યા છે
  • આમ પોલીસે આ ૩૩ ઈસમો પાસેથી કુલ રૂપીયા ૧૦.૨૩.૯૦૦ મુદ્દામાલ પકડીને તેમની ધરપકડ કરી છે
  • ડભોડા પીએસઆઈ બીએમ રાઠોડ આ જુગારધારાની કલમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here