2જી ઓક્ટોમ્બર : ગાંધી જયંતિ : ગાંધી જન્મભૂમિ એટલે પોરબંદર, આજે પણ 3 માળ અને 22 ઓરડાનું મકાન અડીખમ ઉભું છે.

0
25

ગાંધી જન્મભૂમિ એટલે પોરબંદર. આ વાતથી કોઇ અજાણ નથી. ગાંધીજી જે મકાનમાં રહેતા તે ત્રણ માળનું અને 22 રૂમનું મકાન આજે પણ અડીખમ ઉભું છે. આજે પણ દેશ-વિદેશથી ગાંધીપ્રેમીઓ આ મકાનની મુલાકાત લેવા આવી રહ્યા છે. ગાંધીજીના ઘરમાં કેટલાક રૂમની દીવાલો ચિત્રોથી સુશોભિત કરવામાં આવી છે. ગાંધીજીના દાદા હરજીવનભાઇએ ઇ.સ.1777માં પોરબંદરની સ્થાનિક મહિલા માણબાઇ પાસેથી આ મકાન ખરીદ્યુ હતું. સમય જતા આ મકાનમાં એક માળ ઉમેરાયો અને ગાંધીજીના જન્મ સમયે 2 ઓક્ટોબર 1869માં આ ત્રણ માળનું બન્યું.

ગાંધીજી જે મકાનમાં રહેતા તે ત્રણ માળનું અને 22 રૂમનું મકાન આજે પણ અડીખમ ઉભું છે
(ગાંધીજી જે મકાનમાં રહેતા તે ત્રણ માળનું અને 22 રૂમનું મકાન આજે પણ અડીખમ ઉભું છે)

 

કીર્તિ મંદિર મહાત્મા ગાંધીના જન્મનું સ્મારક

ગાંધીજીના જન્મ સ્થળને અડીને એક જ દીવાલે 750 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા ગાંધીજીના સ્મારક મંદિરને મહાત્મા ગાંધી કીર્તી મંદિરના નામે ઓળખવામાં આવે છે. કીર્તિ મંદિરની શીલારોહણ વિધિ 1947માં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ સદગત દરબાર ગોપાલદાસ દેસાઇના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદરના દાનવીર ઉદ્યોગપતિ નાનજી કાલીદાસ મહેતાએ સ્વખર્ચે સ્મારકનું પાંચ લાખના ખર્ચ કરી નિર્માણ કરાવ્યું. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રને અર્પણ કર્યું.

આ મંદિરમાં 12 ફૂટ ઊંચા 26 સ્તંભો છે
(આ મંદિરમાં 12 ફૂટ ઊંચા 26 સ્તંભો છે)

 

શું છે કીર્તિમંદિરની વિશેષતા

કીર્તિ મંદિરના શીખર સુધીની 79 ફૂટની ઊંચાઇ ગાંધીજીના 79 વર્ષ જીવનકાળના પ્રતિકરૂપ છે. તે જ રીતે શીખર ઉપર માટી કોડીયાના આકારે 79 પ્રજ્વલીત દીપકો ગોઠવવામાં આવ્યા છે. બાપુનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એટલે કસ્તુરબા અને બાપુની તસવીર ખુલ્લી કિતાબની ફ્રેમમાં રાખવામાં આવી છે. કોઇ મૂર્તિ બનાવવામાં નથી આવી. અહીં ધૂપ, દીપ કે પુષ્પમાળા રાખવામાં નથી આવતી. માત્ર સત્ય અને અહિંસા બાપુના બે શબ્દો લખવામાં આવ્યા છે. બાપુ સર્વધર્મ સમભાવમાં મનતા. જેથી આ મંદિરમાં 12 ફૂટ ઊંચા 26 સ્તંભો છે. જેમાં મુસ્લિમ સહિત બધા ધર્મોની ઝલક જોવા મળે છે.

દરેક ઓરડામાં ગાંધીજીની લાક્ષણિક તસવીરો મૂકવામાં આવી છે
(દરેક ઓરડામાં ગાંધીજીની લાક્ષણિક તસવીરો મૂકવામાં આવી છે)

 

ગાંધીજીની ઈચ્છા અનુસાર રચાનાત્મક પ્રવૃતિઓ ફેલાવવામાં આવી છે

મહાત્મા ગાંધીજીની ઇચ્છા અનુસાર મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવૃત્તિઓ ઉપરાંત રચનાત્મક પ્રવૃતિઓ ફેલાવવામાં આવે છે અને દરેક ઓરડામાં ગાંધીજીની લાક્ષણિક તસવીરો મૂકવામાં આવી છે. કીર્તિ મંદિરના પટાંગણમાં આરસથી મઢેલા વિવિધ સ્તંભો ઉપર ગીતાના શ્લોકો, ગાંધી સંદેશ, ભજનો તથા શ્લોકો અને ગાંધીવાણી તથા તેમના જીવનના મહત્વના પ્રસંગો કોતરવામાં આવ્યા છે.

શીખર ઉપર માટી કોડીયાના આકારે 79 પ્રજ્વલીત દીપકો ગોઠવવામાં આવ્યા છે
(શીખર ઉપર માટી કોડીયાના આકારે 79 પ્રજ્વલીત દીપકો ગોઠવવામાં આવ્યા છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here