ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

0
35

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં 33 વર્ષીય એક મહિલા કોરિયોગ્રાફરે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર એસોસિએશનના જનરલ સેક્રેટરી ગણેશ આચાર્ય વિરુદ્ધ રાજ્ય મહિલા આયોગ અને અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે. મહિલાએ ગણેશ પર આરોપ લગાવ્યો કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કામ અપાવવા માટે કમીશન માંગી રહ્યો છે અને એડલ્ટ વિડિયો જોવા માટે મજબૂર કરી રહ્યો છે.

ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
ગણેશ આચાર્ય પર કેસ

એક મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા કોરિયોગ્રાફરનું કહેવું છે કે જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય જે દિવસે ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બન્યા છે, ત્યારથી જ તેમને સતત પરેશાન કરી રહ્યા છે. મહિલાએ દાવો કર્યો કે તેણે ગણેશની વાત ના માની તો ગણેશે પોતાના પદનો ઉપયોગ કરી એસોસિએશનની તેમની સભ્યતા ખતમ કરી દીધી. જેના કારણે મહિલા કોરિયોગ્રાફરની કમાણી બંધ થઈ ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું કે જ્યારે પણ તે અન્ય કોઈ કોરિયોગ્રાફર પાસે કામ માંગે છે તો તે બધા પણ તેને સૌથી પહેલા ગણેશ આચાર્ય સાથેના વિવાદને નિપટાવવાની સલાહ આપે છે.

 

ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

પીડિતા મહિલા કોરિયોગ્રાફરે આગળ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ ઈન્ડસ્ટ્રીના અન્ય તમામ કોરિયોગ્રાફર એક ક્લબમાં પહોંચ્યા હતા. ત્યારે તે પણ ત્યાં પહોંચી અને બોલી કે એક લાખ રૂપિયા જમા કરાવ્યા છતાં તેની સભ્યતા રદ્દ કેમ થઈ ગઈ. ત્યારે આચાર્યએ તેને જોઈ ગુસ્સામાં આવી ગયા અને ત્યાંથી જવા માટે કહી દીધું. જ્યારે તેમણે ના પાડી તો આચાર્યએ પોતાના સાથી કોરિયોગ્રાફરને ત્યાંથી પેલીને હટાવવા કહી દીધું. જે બાદ બે મહિલા કોરિયોગ્રાફરે આરોપ લગાવનાર મહિલા સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો.

 

ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
વિવાદ

મહિલા કોરિયોગ્રાફરે પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું કે જ્યારે તે ગણેશની ઑફિસમાં કામ કરવા માટે જતી હતી, તો તે તેનાપર અનુચિત ટિપ્પણી કરતો હતો. સાથે જ અશ્લીલ વીડિયો જોવા માટે પણ ફોર્સ કરતો હતો. પરંતુ તે ક્યારેય સહમત ના થઈ. મહિલાએ એમ પણ દાવો કર્યો કે ગણેશ આચાર્યએ બાકી ડાંસર્સ પર પોતાના ભાગના પૈસામાં 500 રૂપિયા વધુ દેવાનું પણ દબાણ બનાવ્યું હતું જેના પર તે સહમત ના થઈ. આ કારણે જ ગણેશ આચાર્ય તેને માનસિક રૂપે પરેશાન કરવા લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here