ગણેશ આચાર્યને પોતાના જન્મદિવસની સૌથી ઉત્તમ ભેટ અક્ષય કુમાર પાસેથી મળી

0
14

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ પોતાનો ૫૦મો જન્મદિવસ રવિવારે મનાવ્યો હતો. તેઓ બહુ નાની વયે જ ડાન્સની દુનિયામાં આવી ગયા હતા. તેમને પોતાના જન્મદિવસની સૌથી ઉત્તમ ભેટ અક્ષય કુમાર પાસેથી મળી છે. અક્ષય અને ગણેશ આચાર્યએ બચ્ચન પાંડેમાં સાથે કામ કર્યું છે.

ગણેશ આચાર્યએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અક્ષય કુમારે મને મારા જન્મદિવસે ફોન કરીને મને શું ગિફ્ટ જોઇએ છીએ? તેમ પુછ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં એ લોકો સુધી મદદ પહોંચવી જોઇએ જેમને ખાવાના સાંસા પડી રહ્યા છે. આમ કહીને મેં અક્ષય પાસે વિના સંકોચે મારી બર્થ ડે ગિફ્ટ માંગી લીધી હતી.

કોરિયોગ્રાફરે વધુમાં જણાવ્યું હતું કે, મારા ફાઉન્ડેશનમાં ૧૬૦૦થી વધુ જુનિયર કોરિયોગાફર્સ અને વયોવૃદ્ધ ડાન્સર્સો પણ છે. આ ઉપરાંત ૨૦૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ રજિસ્ટર્ડ છે. આ દરેકને રેશનિંગ આપવાની મેં અક્ષય કુમારને વિનંતી કરી હતી.

અક્ષયે આ સદકાર્ય માટે તરત જ હા ભણી દીધી હતી. મારા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કોરિયોગ્રાફર્સ અને ડાન્સર્સને પુરી મદદ મળી છે. અક્ષયે તેમને મહિનાનો ખરચો અથવા તો રેશનિંગ એ બેમાંથી વિકલ્પ પસંદ કરવાનું પણ કહ્યું હતું.

મારી પત્ની આ રાહત કાર્ય સાથે જોડાયેલી છે. અને તે દરેક નાનીનાની બાબતો પર ધ્યાન આપી રહી છે. સામાનને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કર્યા પછી જ તેનું પેકિંગ કરવામાં આવે છે તેમ કોરિયોગ્રાફરે વધુમાં જણાવ્યું હતું.

ગણેશ આચાર્યએ અક્ષય કુમારનો આ મદદ માટે આભાર માન્યો છે. હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કામકાજ ઠપ થઇ ગયું હોવાથી દૈનિક વેતનધારીઓ ભૂખે મરી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં બોલીવૂડના સિતારાઓ તેમને સંભાળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here